પાટણ શહેરની જન સંખ્યાને કોવિડ 19ની રસી આપવા માટે પાટણ જીલ્લા અને શહેરનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યું છે  આગામી મહિનાઓમાં પાટણની જનતાને રસીકરણ કરવામાં આવશે એ માટે પાટણ જિલ્લા કલેકટરે બે દિવસ પૂર્વે જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તમામ સરકારી કર્મચારીઓના અધિકારીની મેરેથોન બેઠકો યોજીને પાટણની શહેર જિલ્લામાં રસીકરણનું  સુનિયોજિત આયોજન ગોઠવવા માટે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેના અનુસંધાને પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસર પાંચાભાઈ માળીએ પાટણના દવાબજાર, કરિયાણા બજાર કાપડ બજાર ,લારી ગલ્લા, અનાજ બજાર અને  શાકભાજી બજારના વેપારી એસોસિયેશનના પદાધિકારીઓની બેઠક બોલાવેલ  આ બેઠકમાં  પાટણ જિલ્લા કરિયાણા બજાર ,હિગળાચાચર તથા બગવાડા  વેપારી એસોસિયેશનના  વાઈસ ચેરમેન   સુરેશ ભાઇ સી પટેલ, મહાસુખભાઈ મોદી,પરેશ ભાઇ મોદી વગેરે હાજર રહેલ, તેઓને તેમનાં  વેપારીઓની દુકાન ના કર્મચારી સ્ટાફના નામોની યાદી બે દિવસમાં નગરપાલિકામાં યુધ્ધના ધોરણે મોકલી આપવા માટે તાકીદ કરી હતી.  

આ પણ વાંચો – ખેડુતોનુ આંદોલન તેઝ! એવામાં મહેસાણામાં 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતીબંધ

આ યાદીને ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવામાં આવશે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવેલ કે પાટણ શહેરમાં સુપરસ્પીડરો  ની  વ્યાખ્યામાં   આવતા લારી ગલ્લા, વેપારીઓના કર્મચારીઓ, દવા બજાર  શાકભાજીના વિક્રેતાઓનો    ઓનલાઈન   ડેટા તૈયાર કરીને સરકારમાં મોકલવાનો છે   જે  યાદીઓ  આધારે પાટણ શહેરને   રસીના   ડોઝનો   જથ્થો ફાળવાશે ને તે પ્રમાણે વિભિન્ન રસીકરણ બુથો    તૈયાર કરાશે જે કામગીરી યુધ્ધના ધોરણે કરાશે.

 આ પણ વાંચો – કલેક્ટર કેટલી વાર તારીખો લંબાવશે ? 25 ડીસેમ્બર સુધી રૂટ ડાઈવર્ટ રહેશે: મહેસાણા

કોવિડ ૧૯ ની  રસી સૌપ્રથમ   વોરિયર્સ  કે જેના  હેલ્થ વર્કરો ,   ૫૦ વર્ષની વયથી  ઉપરના અને નીચેના હોય તેવાઓને, છાપાના ફેરિયાઓ ,શાકભાજી ,મેડિકલ, પાન ગલ્લાઓ, દુધ વિક્રેતાઓ     જેઓ      આ તમામ ચીજવસ્તુઓના વેપાર સાથે સંકળાયેલા છે તેઓને  રસીકરણમાં પ્રાથમિકતા અપાશે. ચીફ ઓફિસરે દરેક વેપારી મંડળને રસીકરણ  લાભાર્થી સર્વે ફોર્મ આપ્યા હતા. જેમાંની વિગતો ભરીને  બે દિવસમાં સુપરત કરવા જણાવ્યું હતું  આ યાદીને આધારે પાટણ માં રસીની જરૂર કેટલા  લોકોને પડશે તેની સંખ્યા નક્કી થવાની છે  પાટણના ઉપરોક્ત શ્રેણીના વેપારી , ધંધાર્થીઓ હાઇ રિસ્કમાં આવે છે તેઓ વધુ ને વધુ લોકોના સંપર્કમાં આવતા હોવાથી તેઓને આવશ્યક સેવાની શ્રેણીમાં ગણીને પ્રથમ તબક્કામાં આપવામાં આવનાર છે.
Contribute Your Support by Sharing this News: