ખેડુતોનુ આંદોલન તેઝ! એવામાં મહેસાણામાં 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતીબંધ

શેર કરવા અહીં ક્લિક કરો.

સમગ્ર દેશમાં કૃષી બીલના મુદ્દે ખેડુતો આક્રોષીત થઈ ઉઠ્યા છે. એવામાં આંદોલનની આગ સમગ્રદેશમાં પ્રસરી ના જાય તથા ખેડુતો બીલના વિરોધમાં રસ્તાઓ ઉપર ઉતરી ના પડે એ માટે ભારતીય જનતા પાર્ટી સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં તેમની સરકાર હોવાથી મહેસાણા જીલ્લામાં ઓર્ડર કરી લોકોના ભેગા થવા ઉપર પ્રતીબંધ ફરમાવામાં આવ્યો છે. 

આ પ્રતીબંધ લાગુ કરતા મહેસાણા જીલ્લા મેજીસ્ટ્રેટે દ્વારા જાણવા મળેલ  કે, કોવિડ-19 વાઇરસને ફેલાતો અટકાવવા સારૂ તથા આગામી સમયમાં વિવિધ તહેવારોને પગલે જાહેર સ્થળે જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અનઅધિકૃત રીતે ભેગા થવા પર મનાઇ ફરમાવી છે. ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે  માટે ગેરકાયદેસર રીતે માણસો ભેગા થવા પર પ્રતિબંધના આદેશ આપ્યો છે.

આ પણ વાંચો – સુરતમાં રાત્રીના 9 થી સવારે 6 વાગ્યા વચ્ચે બહાર નીકળવા પર પ્રતીબંધ

ગુજરાત પોલીસ અધિનિયમ 1950 ની કલમ 37(3) મુજબની સત્તાની રૂએ આપેલ આદેશ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં  14 ડિસેમ્બર 2020 સુધી લાગુ પડશે. સક્ષમ અધિકારીની મંજુરી વિના અનઅધિકૃત રીતે ચારથી વધુ માણસો ભેગા થઇ શકશે નહી.  આ આદેશ સરકારી નોકરીમાં ફરજ પરના વ્યક્તિઓ, લગ્નના વરઘોડા તેમજ સ્મશાન યાત્રાને લાગું પડશે નહિ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.