ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ પોલીસે 7 ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી આશરે રૂ. 2.13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો આ ગુનાઓમાં ઘરફોડ અને મંદિર ચોરીનો સમાવેશ થાય નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહની સૂચનાથી પ્રાંતિજ પી.આઈ. એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.જે. રાણા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી ટીમના સભ્યોમાં મનિષકુમાર બલભદ્રસિંહ, વિક્રમસિંહ, રાજેશકુમાર ગફુલભાઈ, મદનસિંહ કલ્યાણસિંહ અને હર્ષપાલસિંહ દિલીપસિંહનો સમાવેશ થાય.

પકડાયેલા આરોપીઓમાં ભરતકુમાર મહેશભાઈ વાઘેલા શૈલેષભાઈ જયંતિભાઈ નાયકનો સમાવેશ થાય પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું બંને આરોપીઓ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના ગામોમાં આવેલા નાના-મોટા મંદિરો તેમજ રહેણાંક મકાનોને નિશાન બનાવી ચોરી કરતા ખાનગી બાતમીના આધારે પ્રાંતિજ પોલીસે નેવી બ્લુ રંગની હીરો એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો પૂછપરછ દરમિયાન આરોપીઓએ અનેક ચોરીના ગુનાઓ કબૂલતા સમગ્ર ચોરી કૌભાંડનો ભેદ ખુલ્યો પોલીસે ઉકેલેલા નોંધાયેલા ગુનાઓમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો.

તલોદ પોલીસ સ્ટેશનનો મંદિર ચોરીનો ગુનો જાદર પોલીસ સ્ટેશનનો મંદિર ચોરીનો ગુનો તેમજ વસઈ પોલીસ સ્ટેશનના બે અલગ-અલગ મંદિર ચોરીના ગુનાઓનો સમાવેશ થાય આ ઉપરાંત, વણ નોંધાયેલા ગુનાઓમાં લાડોલ વિસ્તારના જોગણી માતાજી મંદિર તથા ખેરાલુ વિસ્તારના ગોગા મહારાજ મંદિરની ચોરીનો પણ ભેદ ઉકેલાયો પ્રાંતિજ બજાર વિસ્તારમાં ભરબપોરે દુકાનમાંથી થયેલી પાકીટ ચોરીનો પણ ભેદ ઉકેલાયો પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 7 હજાર, ચાંદીના ૪૫ જેટલા નાના-મોટા છત્તર, અંદાજે 1 કિલો 696 ગ્રામ ચાંદીનો મુદ્દામાલ તેમજ રૂ. 20 હજાર કિંમતનું એક્ટિવા સ્કૂટર મળી કુલ અંદાજે રૂ. 2,13,300નો મુદ્દામાલ કબ્જે કર્યો.


