— મહેસાણા ખાતે સભાને સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હું આ મહેસાણાની ધરતીની માટીમાં મોટો થયો છું :
ગરવી તાકાત, મહેસાણા : ગુજરાત ચૂંટણી પ્રચારની કમાન પીએમ મોદીએ સંભાળી છે. ત્યારે આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ચાર સભા સંબોધશે તે દરમિયાન પ્રધાનમંત્રી મહેસાણાની જનતાને સંબોધવા માટે અમદાવાદ એરપોર્ટથી સીધા
હેલીકોપ્ટર મારફત મહેસાણાના એરોડ્રામ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યાં હતા. મોદીની આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો તેમજ જનમેદની ઉમટી પડી હતી. જ્યારે મહેસાણા જિલ્લાની વિધાનસભા બેઠકના સાતેય બીજેપી ઉમેદવારો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ સભા દરમિયાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતં કે મોઢેરા આજે વિશ્વસ્તરે ચમકી રહ્યું છે. યુનાઇટેડ નેશનના સેક્રેટરી જનરલ સૂૂર્યમંદિર જાેવાઇની ઇચ્છા વ્યક્ત કરી હતી. સાથે સાથે મહેસાણાની યાદોને વાગળતાં જણાવ્યું હતું કે આ માટીએ મને મોટો કર્યો છે. મહેસાણા જિલ્લો રાજકિય રીતે જાગૃત બન્યો છે. તેમજ મોદીએ કહ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં જે આર્શિવાદ આપવા આવ્યાં એમને પ્રણામ. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ગયો આજે ઉત્તર ગુજરાતમાં આવ્યો છું. જ્યાં જવાનું થયું. અને ચારેય તરફથી જે સમાચાર મેળે છે એમ લાગે છે આ ચૂંટણી મોદી નહી નરેન્દ્રના ભૂપેન્દ્ર નથી લડી રહ્યા આ ચૂંટણી જનતા લડી રહી છે. મોદીએ કહ્યું માત્ર ગુજરાતમાં જ નહી પણ જ્યાં જાઉ છું ત્યાં યુવાનો જે રીતે જાહેર જીવનમાં રસ લેતા થયા છે. એણે દેશના ભવિષ્ય માટે નવો વિશ્વાસ પેદા કર્યો છે.
દેશની યુવા પેઢી ભાજપનો ઝંડો લઇને નીકળી છે. અંખે પાટા બાંધીને નથી નીકળ્યાં એ બધુ જાેઇને સમજીને કરે છે. કોંગ્રેસ મોડલ શું હતું એ એમને
ખ્યાલ છે. દેશને આગળ લઇ જવા ભાજપની નિતી રીતી અને રણનિતી કામ આવશે એ એમને ખ્યાલ છે. કોંગ્રેસનું મોડલ અરબો ખરબોનો ભ્રષ્ટાચાર, ભાઇ ભત્રીજાવાદ, પરિવારવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદ આજ કોંગ્રેસની ઓળખ છે. પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસે સત્તા માટે ભાગલા પાડોની રાજનિતી કરી કોંગ્રેસ મોડલ એટલે પરિવારવાદ કોંગ્રેસના મોડલે ગુજરાતને બરબાદ કરી દીધું. ગુજરાતના યુવાનોને ભાજપ પર ભરોસો છે. બે દાયકા પહેલાની અને ભાજપની પેઢી જુદી છે. સૌનો સાથ સૌનો વિકાસ ભાજપ સરકારનું સૂત્ર સાર્થક બન્યું. બે દાયકા પહેલાની અને આજની પેઢી જુદી છે.
જ્યારે વધુમાં મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ જાતિને પેલા સાથે આ જિલ્લાને પેલા સાથે લડાવો, લોકોને પછાત રાખવાના ગરીબોને હાથ લાંબા કરીને માગતા રહેવાનું કોંગ્રેસનું મોડલ છે. ભાજપ એવી પાર્ટી છે જેના માટે વ્યક્તિ કરતાં પક્ષ અને પક્ષ કરતાં દેશ મહાન ભાજપનો મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ આ દેશના યુવાનને એટલે જ ભાજપ પર વિશ્વાસ છે. દેશના યુવાનોમાં નવા સપના છે. ૨૦ વર્ષના જ છે. એમને ખ્યાલ જ નથી કે આ ગુજરાતમાં કેવા
અભાવ અને દુષ્કાળના દિવસ હતા.
મોદીના ભાષણ દરમિયાન એક સિક્યોરીટીના બેન પડી ગયા એમને પાણી આપીને બેસાડવાની વાત પીએમ મોદીએ સ્ટેજ પરથી કરી હતી અને કહ્યું બેન ભાનમાં જ છે. કોઇ ચિંતા જેવું હાલ નથી. વીસ વર્ષ પહેલા પપ લાખ કનેકશન હતા આજે વધીને ર કરોડ કરતાં વધુ થયા. ખેતરમાં વીજ કનેકશન પ લાખ હતા. આજે ૨૦ લાખ છે. પપ મેગા વોટથી આપણે ૧૭ હજાર મેગા વોટ સુધી પહોંચ્યાં. અંધકાર યુગ તરફથી પ્રકાશ યુગમાં આપણે આવ્યાં છીએ. દસ હજાર મેગા વોટ વીજ પવન ઉર્જાથી મળે છે. આજે પાણીથી વીજળી ૮૦૦ મેગા વોટ પર પહોચ્યાં. સોલાર રૂફટોપમાં ગુજરાત રાજ્ય આજે પ્રથમ છે. આજે તમે તમારા ઘરમાં વીજળી પેદા કરી વેચી શકો ત્યા સુધી આપણે પહોચ્યાં છીએ. વીજળી ક્ષેત્રે હરણફાળ ભરી એણે ગુજરાતને ઉર્જા આપી તેજસ્વી બનાવ્યું. આજે જે નેતાઓ ભાષણ કરે છે. એમને ઉકેલ કાગળ પર લખતા ના આવડે. અઠવાડીયામાં એકવાર નળમાં પાણી આવે એટલે એમ થાય કે આજે દિવાળી છે. પાણી એટલું ખરાબ હતું. ઉત્તર ગુજરાતમાં બધાના દાંતમાં ડાઘ હોય, જુવાનીમાં હાડકાં નરમ થઇ જાય આ સ્થિતિમાંથી આપણે બધાને બહાર લાવ્યાં છીએ
— આ નવી પેઢીએ ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપ સરકાર ફરી લાવવાનો નિર્ણય કર્યો છે : વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ખાખરીયો પટ્ટો કહેવાય આ એવી પેઢી છે જેને વધતાં ગુજરાતને જાેયું છે આન માટે કાળી મજૂરી કરી છે. એક એક વસ્તુ
માટે ઝઝૂમ્યાં છે. કુદરતી પ્રકોપ સાથે ગુજરાતને આગળ વધારી છે. આ નવી પેઢીએ ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપ સરકાર ફરી લાવવાનો નિર્ણય કર્યો છે. કોલેજ સોશિયલ મિડીયામાં આ યુવાનો એક જ વાત બોલે છે. ફરી એક વાર મોદી સરકાર. ભૂતકાળમાં ચૂંટણી થાય તો વીજળીની વાત થાય વીજળી પાણી મુદ્દે સરકારમાં બેઠેલા મો છુપાવે. કોંગ્રેસ હોય તો ભ્રષ્ટાચાર અને વીજળી પાણીની અછતની વાત હોય. વીસ વર્ષમાં જે કામ કર્યા આપણે એના કારણે આજે વીજળી અને પાણીનો પ્રશ્ને એ નથી પૂછી શકતાં વિધાનસભામાં પૂછવા માટે સવાલ નથી રહ્યા. ગુજરાતની એક એક સમસ્યા દૂર કરતાં કરતાં આજે અહીં પહોચ્યાં છીએ. આજે ઉદ્યોગ, મૂડીરોકાણ આવે છે ત્યારે વીજળી અને પાણીનું જે કામ કર્યુ એનું પરિણામ જીવણદાદા, ગિસાન સંઘ જીવનભર વીજળી માટે લડ્યા. એ વખતે કોંગ્રેસે વીજળીને બદલે ગોળીઓ ધરબી દીધી એ દિવસ તમને ખ્યાલ નહી હોય. આ કોંગ્રેસનું મોડલ હતું. કોંગ્રેસના રાજમાં લોકો વીજળીના કનેકશન માંગતાં ઠેર ઠેર ડાર્ક ઝોન, પાણી અને વીજળીનું કનેકશન માંગતાં ઠેર ઠેર ડાર્ક ઝોન, પાણી અને વીજળીનું મહાસંકટ બાવીસ વર્ષ પહેલા પાવર સેક્ટરમાં જ્યોતિગ્રામ યોજના લાવ્યાં હતા.


