પ્રાંતિજ તાલુકાના સુખડ ગામે પોલીસે ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો….

May 11, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સુખડ ગામે પોલીસે એક ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો કેનાલ પાસે આવેલી એક ઓરડી નજીક જમીનમાં બનાવેલા ભોંયરામાંથી 1420 બોટલ દારૂ અને બિયર મળી આવ્યા પોલીસે આ મામલે રૂપિયા 2.53 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં ત્યારે મનિષકુમાર અને હર્ષપાલસિંહને સંયુક્ત બાતમી મળી.

Prantij Police Seize 1420 Liquor & Beer Bottles; One Arrested

બાતમી મુજબ, સુખડ ગામનો રાહુલકુમાર ઇલાજી મકવાણા પોતાના ખેતરમાં ઓરડી પાસે ખાડો ખોદી ભોંયરૂ બનાવી તેમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો આ માહિતીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડ્યો પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક શખ્સ ઉભેલો જોવા મળ્યો જેને પકડીને પૂછપરછ કરવામાં આવી ખેતરમાં આવેલી ઓરડી નજીક ખુલ્લી જગ્યામાં ખોદકામ કરતા જમીનમાં પ્લાસ્ટિકનું મીણીયું અને તેની નીચે લોખંડની પ્લેટ (ઢાંકણ) મળી આવ્યું.

Prantij Police Seize 1420 Liquor & Beer Bottles; One Arrested

આ ઢાંકણ હટાવતા આશરે 4×6 માપનું એક ભોંયરૂ દેખાયું આ ભોંયરામાંથી ખાખી કલરના પુઠાના બોક્સમાં રાખેલો વિદેશી દારૂ અને બિયરની કુલ 1420 બોટલો મળી આવી જેની કિંમત રૂ. 2,51,049 આંકવામાં આવી પોલીસે આરોપી રાહુલકુમાર ઇલાજી મકવાણા પાસેથી એક મોબાઈલ ફોન (કિંમત રૂ.2,000) પણ જપ્ત કર્યો આમ કુલ રૂ. 2,53,049નો મુદ્દામાલ જપ્ત કરી રાહુલકુમાર વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0