ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસામાં 3 ડેરી પ્રોડક્ટ્સ પેઢીઓ પર કાર્યવાહી કરવામાં આવી આ પેઢીઓ પરવાનગી વિના કાર્યરત તંત્રએ પરિવાર કવિરાજ અને શ્રેષ્ઠ બ્રાન્ડના ઘીના નમૂના લીધા અને ઘીનો આશરે રૂ. 8,28,490/- કિંમતનો જથ્થો જપ્ત કર્યો પાલનપુર વર્તુળ કચેરીના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસા ખાતે શંકાસ્પદ ઘીની તપાસ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી સિનિયર ફૂડ સેફટી ઓફિસર એચ.વી. ગુર્જર ફૂડ સેફટી ઓફિસર એમ.એલ. ગુર્જર અને કુ.ઇ.એસ. પટેલની ટીમે ડીસા વિસ્તારમાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી 3 જુદી જુદી પેઢીઓની તપાસ કરી આ તપાસ દરમિયાન, શંકાસ્પદ જણાયેલા ઘીના કુલ 4 નમૂના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ લેવામાં આવ્યા.

તંત્રએ કુલ 1444 કિલોગ્રામ ઘીનો, જેની અંદાજિત કિંમત રૂ. 8,28,490/- તે જથ્થો જપ્ત કર્યો તપાસમાં એ પણ સામે આવ્યું કે આ પેઢીઓ માન્ય પરવાનગી વિના ધંધો કરી રહી ફૂડ સેફટી ઓફિસર એમ.એલ. ગુર્જરે ડીસામાં પંચાલ શેરી સ્થિત મે તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ જે લાલચંદ અમૃતભાઈ પંચીવાલા દ્વારા સંચાલિત ત્યાં તપાસ કરી અહીંથી પરિવાર કાઉ ઘીના 500 મિલી પેકનો નમૂનો લેવામાં આવ્યો અને 448 કિલોગ્રામ ઘીનો જેની કિંમત રૂ. 2,68,800/- તે જથ્થો જપ્ત કરવામાં આવ્યો આ ઉપરાંત નિકુંજભાઈ ધમેશભાઈ મોદી સંચાલિત બહુચર ડેરી પ્રોડક્ટ, પ્લોટ નં.30 બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડીસા ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી.

અહીંથી કવિરાજ કાઉ ઘીના 15 કિલોગ્રામ પેક ટીનનો નમૂનો લેવાયો અને 449 કિલોગ્રામ ઘીનો જેની કિંમત રૂ. 2,51,440/- તે જથ્થો સીઝ કરવામાં આવ્યો ફૂડ સેફટી ઓફિસર એમ.એલ. ગુર્જર અને કુ.ઇ.એસ.પટેલ દ્વારા રાહુલકુમાર દિનેશકુમાર પાવાલા સંચાલિતમે જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ ડીસા ખાતે પણ તપાસ કરવામાં આવી આ તપાસમાં શ્રેષ્ઠ કાઉ ઘીના 500 મિલી પેક અને લુઝ ઘીના નમૂના લેવામાં આવ્યા અહીંથી 547 કિલોગ્રામ ઘીનો જેની કિંમત રૂ. 3,08,250/- તે જથ્થો જપ્ત કરાયો આ સમગ્ર મામલે જવાબદારો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.


