મહેસાણામાં માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરીમાં વિસંગતતા મુદ્દે શિક્ષકોનો વિરોધ, અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યો….

May 11, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આજે વસ્તી ગણતરી અને ડ્રોપઆઉટ સર્વેની કામગીરીમાં ઉભી થયેલી વિસંગતતાઓ સામે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શિક્ષક સંઘના હોદ્દેદારોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને વરિષ્ઠ શિક્ષકોના અપમાન અને ગરમીના જોખમ વચ્ચે સોંપાયેલી કામગીરી સામે રોષ ઠાલવ્યો માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ સુધીર પટેલે જણાવ્યું કે જિલ્લાના ઘણા તાલુકાઓમાં મોટી વિસંગતતા જોવા મળી માધ્યમિક શિક્ષકો કે જેમના પગાર ગ્રેડ અને લાયકાત ઊંચી.

Mahesana Teachers Protest Census Survey; Heatwave Work Halt Demand

તેમને વસ્તી ગણતરીદાર બનાવવામાં આવ્યા જ્યારે તેમનાથી ઓછા ગ્રેડ પે ધરાવતા જુનિયર કર્મચારીઓને સુપરવાઈઝર તરીકે ઓર્ડર આપવામાં આવ્યા આ બાબત શિક્ષકોની મોભાની દ્રષ્ટિએ અયોગ્ય અને તેનાથી શિક્ષક આલમમાં ભારે અસંતોષ ફેલાયો શિક્ષક સંઘે બીજી રજૂઆત એ કરી કે જે શિક્ષકો આગામી 31 મેના રોજ કે થોડા મહિનાઓમાં નિવૃત્ત થવાના તેમને પણ વસ્તી ગણતરીના આદેશો અપાયા 45 ડિગ્રી જેવી કાળઝાળ ગરમીમાં નિવૃત્તિને આરે પહોંચેલા શિક્ષકોના આરોગ્યનું જોખમ વધી જાય.

તેથી તેમના ઓર્ડર રદ કરી અન્યને આ કામગીરી સોંપવાની માંગ કરાઈ ધોરણ 10 પછી શાળા છોડી જનાર વિદ્યાર્થીઓનો ઘરે-ઘરે જઈને સર્વે કરવાની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી શિક્ષકોનું કહેવું કે આટલી ભીષણ ગરમીમાં ઘરે-ઘરે જઈને સર્વે કરવો અત્યંત કઠિન આ ઉપરાંત, વેકેશન એ શિક્ષકોનો રિફ્રેશ થવાનો મનોવૈજ્ઞાનિક અધિકાર જે આ કામગીરીને કારણે છીનવાઈ રહ્યો શિક્ષકોએ રજૂઆત કરી કે વેકેશન પૂરું થયા બાદ શાળાના સમય પછી તેઓ આ રાષ્ટ્રીય કામગીરી કરવા તૈયાર.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0