ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના રૂની ગામમાં આવેલા એક ગોડાઉનમાંથી પોલીસે એમેઝોન દ્વારા મોકલવામાં આવેલા પાર્સલમાંથી 20.710 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો આ જથ્થાની બજાર કિંમત આશરે 10.35 લાખ રૂપિયા આંકવામાં આવી પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બાલીસણા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એચ. આર. ગાડિયા અને તેમના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી રૂની ગામમાં ઉડાન સ્કૂલ નજીક આવેલા અવધૂત ગોડાઉનની દુકાન નંબર 15 માં ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો છુપાવેલો આ બાતમીના આધારે પોલીસે અવધૂત ગોડાઉન ખાતે રાત્રે દરોડો પાડ્યો દુકાન નંબર 15 આગળથી મિત સુરેશભાઈ પટેલ અજયકુમાર કિરીટભાઈ પટેલ.

અને આકાશકુમાર કિરીટભાઈ પટેલ નામના ત્રણ ઇસમો મળી આવ્યા પૂછપરછમાં તેમણે મહાલક્ષ્મી સેલ્સના નામે ભાગીદારીમાં વેપાર કરતા હોવાનું અને બહારથી એમેઝોનનો માલસામાન મંગાવીને વેચાણ કરતા હોવાનું જણાવ્યું પોલીસે એનડીપીએસ એક્ટની કાયદાકીય જોગવાઈઓ હેઠળ દુકાનની તપાસ કરતા, બહાર પડેલા ખાખી પૂંઠાના બોક્સમાંથી સેલોટેપ લગાવેલા સાત નાના પાર્સલ મળી આવ્યા તેમાંથી બે પાર્સલ તૂટેલી હાલતમાં અને તેમાં વનસ્પતિજન્ય શંકાસ્પદ માદક પદાર્થ ગાંજો ભરેલો હોવાનું જણાયું પકડાયેલા ઇસમો પાસે માદક પદાર્થ રાખવા બાબતનું કોઈ પાસ કે પરમિટ ન તેમણે જણાવ્યું કે તેઓ એમેઝોન કંપનીનો સેકન્ડ અથવા રિટર્ન માલ વેન્ડર યમનભાઈ મારફતે.

ઓનલાઇન ઓર્ડર આપીને બલ્કમાં મંગાવે આ માલ એમેઝોનના ડેલ 2 તાઉરુ મેવાત ખાતેના વેરહાઉસથી ખરીદીને કમિશનથી મોકલવામાં આવે સ્થળ પર એફએસએલ અધિકારી દ્વારા નાર્કોટિક્સ પરીક્ષણ કીટથી તપાસ કરાવતા કેનાબીસના સક્રિય ઘટકોની હાજરી પોઝિટિવ આવી સાત પાર્સલમાંથી મળી આવેલા ગાંજાનું ચોખ્ખું વજન 20.710 કિલોગ્રામ થયું જેની કુલ કિંમત 10,35,500 રૂપિયા થાય પોલીસે મુદ્દામાલ સીલ કરીને કબજે લીધો એમેઝોનના વેરહાઉસથી માલ મોકલનાર સહિતના અજાણ્યા ઇસમો સામે એનડીપીએસ એક્ટની કલમ 8(c), 20(b)(ii)(c), 22(c) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી.


