મહેસાણામાં RTOની રાત્રિ ચેકિંગ ઝુંબેશનો સપાટો: એક જ રાતમાં 192 વાહનો સામે કડક કાર્યવાહી

November 28, 2026

 

ગરવી તાકાત

માર્ગ અકસ્માતોના જોખમને નાથવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) મહેસાણા દ્વારા તા. 27 નવેમ્બરની રાત્રિ દરમિયાન સમગ્ર જિલ્લામાં સઘન અને વિશેષ રોડ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડ્રાઇવ દરમિયાન નિયમભંગ કરનારા 192 વાહનચાલકો સામે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો, જેનાથી નિયમભંગ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

RTOની વિશેષ ચેકિંગ ટીમો દ્વારા વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા અને ખેરાલુ સહિત જિલ્લાના વિવિધ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ કરાયું હતું. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનું જોખમ વધારતા ઓવરલોડ વાહનો અને નિયત માપ કરતાં વધુ કદના માલવાહક વાહનો (ઓવર ડાયમેન્શનલ) તેમજ આંખો આંજી દેતી ગેરકાયદે LED લાઈટો લગાડેલા વાહનો પર તંત્રની ખાસ નજર રહી હતી.

ચેકિંગ દરમિયાન થયેલી કાર્યવાહીની વિગતો:
LED લાઈટ, રેડિયમ તથા રિફ્લેક્ટર સહિત અન્ય નિયમભંગ: 105 ચલણ

ઓવરલોડ વાહનો: 31 ચલણ
ઓવર ડાયમેન્શનલ કાગો: 28 ચલણ
ફિટનેસ સંબંધિત: 18 ચલણ
પરમિટ સંબંધિત: 05 ચલણ
મોટર વાહન વેરો: 03 ચલણ
ડ્રાઈવિંગ લાઈસન્સ: 02 ચલણ
કુલ કાર્યવાહી: 192 વાહનો સામે ચલણ

વાહનચાલકોને RTOની ખાસ અપીલ
RTO મહેસાણા દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે વાહનના જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખો, નિયત ક્ષમતા મુજબ જ માલસામાનનું વહન કરો અને માર્ગ સલામતીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરો. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે માર્ગ સલામતી એ માત્ર કાયદાકીય ફરજ નથી, પરંતુ માનવજીવનની સુરક્ષા પ્રત્યે દરેક નાગરિકની સામાજિક અને નૈતિક જવાબદારી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0