મહેસાણા બાયપાસ પર લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 3 આરોપી ઝડપાયા

November 28, 2026

મહેસાણા બાયપાસ હાઈવે પર રાજગર હેડુવા બ્રિજ નીચે થયેલી લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ: રુ.1.85 લાખનો મુદ્દામાલ જપ્ત

 

 

ગરવી તાકાત

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહેસાણા બાયપાસ હાઈવે રોડ પર રાજગર હેડુવા બ્રિજ નીચે બનેલા લૂંટના બનાવને મહેસાણા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી મોટી સફળતા મેળવી છે. પોલીસે લૂંટમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ તથા ગુનામાં વપરાયેલી સીએનજી રીક્ષા સહિત કુલ રુ.1,85,900નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.જે. અમીનના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફની ટીમ ગુનાઓની તપાસ અને અટકાયત માટે કાર્યરત હતી. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 309(4), 115(2), 352, 351(2), 54 તથા જી.પી. એક્ટ કલમ-135 હેઠળ નોંધાયેલા લૂંટના ગુનાની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. તપાસ અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમ પાલાવાસણા સર્કલ નજીક પહોંચી ત્યારે આર્મડ હેડ કોન્સ્ટેબલ હિરેનકુમાર ભોગીલાલ અને આર્મડ પોલીસ કોન્સ્ટેબલ પિયુષકુમાર જેસંગભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે લૂંટના ગુનામાં વપરાયેલી રીક્ષા અને ત્રણ આરોપીઓ મળી આવતા પોલીસે તેમની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી, જેમાં તેમણે ગુનાની કબૂલાત કરી લીધી હતી.

પોલીસે આ ગુનામાં શેખ આરીફભાઈ અહેમદભાઈ ઇબ્રાહીમભાઈ, ચૌહાણ જાવીદ ઉર્ફે જલાપો સલીમભાઈ ભીખુભાઈ અને ઇસુબભાઈ ઉર્ફે ગગુડીયો કાસમભાઈ જુસબભાઈ સીંધીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રુ.1,50,000ની કિંમતની સીએનજી રીક્ષા, રોકડ રુ.29,500, રુ.400ની કિંમતના બ્લુટુથ ઇયરફોન, રુ.6,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન તેમજ ગુનામાં વપરાયેલો એક લાકડાનો ધોકો અને એક લોખંડની છરી કબજે કરી છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ જી.જે. અમીન સહિત સર્વેલન્સ સ્ટાફના જવાનો અને ‘નેત્રમ’ ટીમ મહેસાણાના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0