સિદ્ધપુર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

April 9, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી તપાસમાં અશોક લેલન બડા દોસ્ત ગાડીમાંથી 308 ડબ્બા શંકાસ્પદ ઘી મળી આવ્યું જેની કિંમત 7.70 લાખ રૂપિયા આંકવામાં આવી આ કાર્યવાહી સિદ્ધપુર હાઈવે પર ગોકુળ યુનિવર્સિટી સામે કરવામાં આવી સરહદી રેન્જ ભુજ આઈજી ચિરાગ કોરડીયા, પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી.

સિદ્ધપુર જીઆઇડીસીના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો – Garvi Takat –  Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

અને સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું તે દરમિયાન સફેદ કલરની અશોક લેલન બડા દોસ્ત ગાડીને રોકાવીને તપાસ કરાઈ ગાડીમાં સવાર વિજય અમૃતલાલ ગાંડાજી ઠાકોર (ઉં.વ. 26) અને સચીન દિવાનજી લાલાજી ઠાકોર (ઉં.વ. 27), બંને રહે. નરોડા, અમદાવાદનાઓની પૂછપરછ કરવામાં આવી જોકે, ઘીના જથ્થા બાબતે ડ્રાઈવર પાસે કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે માર્કા વગરના શંકાસ્પદ ઘીના ડબ્બા જપ્ત કર્યા.

પોલીસે 15 કિલોગ્રામના કુલ 308 નંગ શંકાસ્પદ ઘીના ડબ્બા, જેની કિંમત 7,70,000 રૂપિયા થાય તે જપ્ત કર્યા આ ઉપરાંત 5,00,000 રૂપિયાની અશોક લેલન ગાડી પણ કબ્જે કરવામાં આવી આમ, પોલીસે કુલ 12,70,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ કામગીરીમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.કે. ઝાલા, પી.એસ.આઈ. જે.આર. શુક્લા તેમજ એ.એસ.આઈ. નિલેશકુમાર, રાહુલકુમાર, દેવશી અને અન્ય પોલીસ સ્ટાફ જોડાયો પોલીસે હાલ આ જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0