વિસનગરમાં દારૂનું વેચાણ કરતો શખ્સને પોલીસે દબોચ્યો

August 1, 2022

ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરમાં પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સને ઝડપી લીધો. દારૂ વેચનાર શખ્સ ઇંગ્લિશ દારૂને પાઉંચમાં પેકીંગ કરીને વેચતો પોલીસે તેને બાતમીના આધારે પકડી પાડ્યો હતો અને તેની જોડેથી ઇંગ્લિશ દારૂના પાઉંચ 40 નંગ ઝડપાયા. જેમાં શખ્સને ઝડપી કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એસ.નિનામાની સૂચના અનુસાર ડી સ્ટાફના માણસો એ.એસ.આઇ બળવંતસિંહ, પો.કો રાજુભાઈ રબારી, સંજયભાઈ, કમલેશભાઈ તથા પોલીસ સ્ટાફના માણસો શહેરમાં પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન બાતમી મળી કે, આશાપુરી સોસાયટીની બાજુમાં આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતા ઠાકોર મુકેશજી કચરાજી દારૂનું વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે રેડ કરતા ઇંગ્લિશ દારૂના પાઉચ 48. પોલીસે મુદ્દામાલ કબજે લઇ શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0