પાટડીના સવલાસ ગામમાંથી જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે દબોચ્યાં

July 30, 2022

ગરવી તાકાત પાટડી : પાટડીના સવલાસ ગામમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા આથી પાટડી પોલીસે જુગારીઓને રોકડ અને 7 નંગ મોબાઇલ મળી કુલ રૂ. 27,900ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી પાટડી પોલીસે મળેતી બાતમીના આધારે સવલાસ ગામમાં દરોડો કરી 7 જુગારીઓ ઝડપી પાડ્યાં.

પાટડી પોલીસે જુગારનો દરોડો પાડી સવલાસ ગામે તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા રાજુભાઇ દેવજીભાઇ કોલાદરા,મનસુખભાઇ લધુભાઇ અજાણી, કલ્પેશભાઇ કાનજીભાઇ કોલાદરા, મુકેશભાઇ બચુભાઇ વડદરીયા , જાયમલભાઇ ચતુરભાઇ ઓડુચા, મહેશભાઇ દેવસીભાઇ પરમાર રહે તમામ સવલાસ જ્યારે ધ્રાંગધ્રાના થળા ગામના ચંદુભાઇ શંકરભાઇ પાડલીયા ને ઝડપી પાડ્યા.

તેમની પાસેથી ગંજીપાના અને રોકડા રૂ. 10,900 અને મોબાઇલ નંગ- 7, કિંમત રૂ. 17,000 મળી કુલ રૂ. 27,900ના મુદામાલ જપ્ત કરાયો. પાટડી પોલીસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, દાનાભાઇ અને ભાવાર્થભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ મથકના રસિકભાઇ પનારા ચલાવી રહ્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0