ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જેલ રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ફ્લેટની નીચે ઓનલાઈન કંપનીના કુરિયર બોયના થેલામાંથી નવો મોબાઇલ ચોરી જનાર યુવકને બી ડિવિઝન પોલીસની ટીમે કમાન્ડ કંટ્રોલના સીસીટીવીની મદદથી રાધનપુર રોડ પરથી ઝડપી પાડ્યો પોલીસે મોબાઇલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી. કેટલાક દિવસો પૂર્વે જેલ રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ફ્લેટની નીચે ઓનલાઇન કંપનીનો કુરિયર બોય પોતાનો થેલો નીચે મૂકીને ઉપર કુરિયર આપવા જતાં.

ચોર તેના થેલામાંથી નવો મોબાઈલ લઈને ભાગી છૂટ્યો મોબાઇલ ચોરીની ફરિયાદ મળતાંની સાથે બી ડિવિઝન પોલીસની ડી સ્ટાફની ટીમે ઘટના સ્થળના સીસીટીવી ચેક કરતાં બાઇક પર આવેલો શખ્સ કુરિયર બોયના થેલામાંથી મોબાઈલ ચોરી કરીને જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું.
![]()
પોલીસે તેના બાઈકનો નંબર નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફને આપી સિસ્ટમમાં ટ્રેક ઉપર મુકતાં તે બાઇકની શહેરના રાધનપુર સર્કલ ખાતે મૂવમેન્ટ થતાંની સાથે જ બી ડિવિઝન પોલીસની ટીમ રાધનપુર ચોકડી નજીક પહોંચી જ્યાં તે બાઈક સાઈડમાં પાર્ક કરીને એક શખ્સ બેઠો હતો. પોલીસે મૂળ માંડલના કડવાસણ ગામના અને હાલ મહેસાણાના રાધનપુર રોડ પર ગણેશ ડુપ્લેક્સમાં રહેતા રાકેશ બાબુભાઈ સોલંકીને ઝડપી પાડી તેની પાસેની બેગમાંથી ચોરેલો નવો મોબાઇલ કબજે કર્યો.


