પ્રાંતિજ શહેરમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશતા ભારે વાહનો સામે પોલીસે કરી કડક કાર્યવાહી શરૂ…

July 20, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : પ્રાંતિજ શહેરમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશતા ભારે વાહનો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા નવા માર્ગના નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેનો પ્રાંતિજ પોલીસે ચુસ્તપણે અમલ શરૂ કર્યો.

જાહેરનામાના અમલ માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી આ ઝુંબેશ દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરનારા ભારે વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પોલીસે બી.એન.એસ. કલમ ૨૨૩ હેઠળ ૫ કેસ, કલમ ૨૮૧ હેઠળ ૭ કેસ અને કલમ ૨૮૫ હેઠળ ૧ કેસ નોંધ્યો પ્રાંતિજ પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશતા તમામ ભારે વાહનો સામે.

કડક કાર્યવાહી કરીને જાહેરનામાનું અસરકારક પાલન સુનિશ્ચિત કર્યું પોલીસે તમામ ભારે વાહનચાલકોને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી સાથે જ, ચેતવણી પણ આપવામાં આવી જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0