વિજાપુરના હિરપુરામાંથી યુવકની લાશ મળી આવતા પોલીસે 2 આરોપીની કરી ધરપકડ – અગાઉ જમીન વેચવા મામલે થઈ હતી તકરાર !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લાના વિજાપુના એક ગામમાથી બે દિવસ પહેલા એક યુવાનની લાશ મળી આવી હતી. યુવકની લાશ મળી આવતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં બાદમાં પોલીસને આ મામલે જાણ કરાઈ હતી. જે પોલીસ તપાસમાં આ યુવકની હત્યા થઈ હોવાનુ ખુલ્યુ છે. 

વિજાપુર તાલુકામાં આવેલ હિરપુરા ગામની સરકારી શાળા પાસેથી એક યુવકની લાશ મળી આવી હતી. જે કેસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે કે, જેપુર ગામના એક શખ્સે તેના મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી દીધી હતી. મરણ જનાર યુવકની બહેનના લગ્ન જે સમીર પટેલ નામના યુવક સાથે થયા હતા તે યુવકનુ નામ આરોપી તરીકે સામે આવ્યુ છે. પોલીસ રીપોર્ટ મુજબ અગાઉ જમીન વેચવાનો મામલે બન્ને વચ્ચે તકરાર થઈ હોવાનુ પણ સામે આવ્યુ છે. હિરપુરના નિલેષ પટેલની હત્યા મામલે પોલીસે સમીર પટેલ, રહે – જેપુર તથા રાજુસીંહ ઠાકોર, રહે હિરપુરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.