કડીના કરણનગરની ઘરફોડ ચોરીના કેસને ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી કડી પોલીસ !

શેર કરવા અહીં ક્લિક કરો.
કડી શહેરમાં થોડા દિવસથી ચોરીના બનાવો ખુબજ મોટી સંખ્યામાં વધી રહ્યા છે,  થોડા દિવસ પહેલા નવરાત્રીના પર્વ ચાલુ હોવાના કારણે સોસાયટીમાં રહેતા લોકો બહાર ગામડે કે કોઈ બીજી જગ્યાએ ગરબા ગુમવા જતા હોય છે ત્યારે ચોરો આવા બંધ ઘરોનs ટારગેટ કરી ઘરમાંથી અલગ અલગ પ્રકારની ચોરી કરતા હોવાનુ સામે આવતુ હોય. ત્યારે કડી પોલિસ પણ આવા ચોરો સામે લાલ આંખ કરીને આવા ઘરફોડ ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કડી પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.
કડીના કરણનગર માં આવેલ અંબિકા સોસાયટી ના મકાન માલીક પોતાના વતન વરમોર ગામે આઠમના નિવેધ માટે મકાનને તાળું મારીને ગયા બાદ રાત્રીના કોઈ અજાણ્યા ઈસમોએ બંધ મકાનનુ તાળું તોડીને ગેરકાયદેસર પ્રવેશી મકાનની તિજોરીઓ તોડીને અંદર મુકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને લઈ ગયા હોવાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઈ હતી.  આ અંગે કડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી  આ ગુન્હા આધારિત તપાસ કરતા કડી ડી.સ્ટાફ ના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન આ ઘરફોડ ચોરી બાબતે જાણ કરતા તરત જ આ ગુન્હો શોધી કાઢવા સારૂ કડી.ડી.સ્ટાફ પી.એસ.આઇ એસ.બી. ઘાસુરા તથા તેમની ટીમ ના માણસોને ગુનાવાડી જગ્યાએ રવાના કરતા તે ગુનાવાડી જગ્યાએ હ્યુમન સોર્સ ના આધારે બે ઇસમો 1. મનન છનાજી બોલવાડા 2. કળમી અંકુત સોમાભાઈ હાલ રહે કડી કરણનગર પો.સ્ટે લાવી તપાસ કરતા આ ગરફોડ ચોરી કરવા આવેલ એ પૈકી એક આરોપીનો ફોન પડી ગયેલ હોય તે મળી આવેલ હોય ટેકનિક સર્વેલન્સ ના આધારે આ કામના બે આરોપી પૈકી બીજા અન્ય ત્રણ આરોપીઓ સદર ગુનો આચરી દાહોદ તરફ ભાગી ગયેલ હોય તેઓના મોબાઇલ નંબર એક્ટિવ હોય અને તેઓ ઓન વેય પોતાના વતન તરફ ભાગેલ હોય કડી ડી.સ્ટાફ ની બીજી ટીમ આરોપી ના લોકેશનવાળી જગ્યાની પાછળ રવાના કરેલ અને ગોધરા ટાઉન તેમજ ગોધરા પોલીસને આરોપી અંગે વાકેફ કરી ચોર મુદ્દામાલ અંગે વોચમાં રહેવા જણાવતા તેઓને જરૂરી વોચ રાખી ત્રણે આરોપી ની અટકાયત કરી તેમની પાસેથી અલગ અલગ સોના – ચાંદી ના દાગીના સહિત રોકડ રકમ મળી આવેલ. કરણનગર માં આવેલ અંબિકા સોસાયટી માં રહેતા મધુબેન તેજાજી ઠાકોર સહીત પરિવાર ના લોકો નવરાત્રી ના આઠમ ના રોજ પોતાનો મકાન બંધ કરીને નિવેધ હોવાથી વરમોર તા માન્ડલ ગામે ગયા હોવાથી આ કામના આરોપી ઈસમો એ ફાયદો ઉઠાવી ને મકાન ના દરવાજો તોડીને ઘર માં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને ઘરની તિજોરીઓ ના તાળા તોડીને તિજોરી માં મુકેલા સોના ચાંદી ના ઘરેણાં જેની કિંમત રૂપિયા 4,80,500/- તેમજ રોકડ રકમ રૂપિયા 13,000/- કુલ મુદામાલ રૂપિયા 4,93,500/- ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ હતી જેના અનુસંધાને મહેસાણા જિલ્લા ના ડી.વાય.એસ.પી.આર.આઇ. દેસાઈ સાહેબ ના માર્ગદર્શન થી કડી પોલીસ સ્ટેશન ના પી.આઇ.ડી.બી.ગોસ્વામી એક્શન મોડમાં જોવા મળ્યા હતા.અને કડી ડી.સ્ટાફ ના પી.એસ.આઇ.એસ.બી.ઘાસુરા તથા ડી.સ્ટાફ ના માણસો આ ગુના ની તપાસ નો દોર ચાલુ કરતા ગણતરી ના કલાકોમાં આ કરણનગર રોડ વિસ્તારમાં આવેલ અંબિકા સોસાયટી ના મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી કડી પોલીસ ની સરાહનિય કામગીરી જોવા મળી હતી.

ઝડપાયેલા આરોપીના નામ

1.વોહનીયા મીથુનભાઈ ભગાભાઇ ઉર્ફે ભગત રહે વજેલાવ ભુતવડ ફડિયું તા. ગરબાડા જી. દાહોદ
2. કળમી હિતેષભાઇ સોમાભાઈ રહે. માતવા ડુંગરા ફળિયું તા. ગરબાડા જી. દાહોદ
3.કળમી અંકુર સોમાભાઈ રતનાભાઈ હાલ રહે  કરણનગર અંબિકા સોસાયટી,કડી. મૂળ વતન રહે માતવા ડુંગરા ફડીયું તા. ગરબાડા જી. દાહોદ
4.બિલવાડા મનકુમાર છનાજી હાલ રહે કરણનગર ગુલાબનગર સોસાયટી,કડી મૂળ વતન રહે.બાવકા ખાખોર ફડિયુ તા. ગરબાડા જી. દાહોદ
5. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
તમામ આરોપીને ઝડપીને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.