સિદ્ધપુર તાલુકાના ગણાવાડા ગામે પોલીસે કોમ્બિંગ હાથ ધરી રાજસ્થાનથી ચોરાયેલું મોટરસાઈકલ જપ્ત કર્યું, એક આરોપીની ધરપકડ…

July 21, 2026

ગરવી તાકાત પાટણ : સિદ્ધપુર તાલુકાના ગણાવાડા ગામે પોલીસે કોમ્બિંગ હાથ ધરી રાજસ્થાનથી ચોરાયેલું ₹1.10 લાખનું મોટરસાઈકલ જપ્ત કર્યું આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે 11 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરાઈ સિદ્ધપુરના ગણાવાડા ખાતેના ડફેર ડેરા પર પોલીસ ટીમો દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો કોમ્બિંગ દરમિયાન સ્થળ પરથી મળી આવેલા 11 ઇસમોની સઘન પૂછપરછ કરી કાર્યવાહી કરવામાં આવી.

Patan SOG police nabbed a man with a quantity of opium from Siddhpur highway

તપાસ દરમિયાન, નંબર પ્લેટ વગરનું કાળા રંગનું બજાજ પલ્સર RS 200 મોટરસાઈકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું આ વાહનની કિંમત આશરે ₹1,10,000 આંકવામાં આવી આ મોટરસાઈકલ ગણાવાડા દરગાહ નજીક રહેતા 28 વર્ષીય મયુદિન રેમતુલ્લાભાઇ ભચાભાઇ સિન્ધીના કબજામાંથી જપ્ત કરવામાં આવ્યું.

ઈ-ગુજકોપ પોર્ટલના માધ્યમથી તપાસ કરતા જાણવા મળ્યું આ વાહન 1 જૂન, 2025ના રોજ અશોકનગર રોડ, ભોપાલપુરા (જિલ્લો ઉદયપુર, રાજસ્થાન) ખાતેથી ચોરાયું આ અંગે આશુતોષઝા પ્રેમશંકરઝા દ્વારા ભોપાલપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો પોલીસે મુદ્દામાલ સાથે આરોપી મયુદિન સિન્ધીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0