હિંમતનગરના ચિસ્તીયાનગર વિસ્તારમાં 10 લાખની સામે 60 લાખ વસૂલતાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ…

April 8, 2026

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસંધાને હાજર થઈ છૂટી ગયેલ વ્યાજખોર વિરુદ્ધ હિંમતનગરના ચિસ્તીયાનગર વિસ્તારમાં રહેતા અને કપડાનો વ્યવસાય કરતાં શખ્સે જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કર્યા બાદ બી ડિવિઝન પોલીસે સોમવારે મોડી સાંજે વધુ એક ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ચિસ્તીયાનગર વિસ્તારમાં રહેતા અને કપડાનો વ્યવસાય કરતાં નઝરમોહમદ ઈદ્દીશભાઈ મેમણે વ્યાજખોરના ત્રાસથી કંટાળી પોલીસના દ્વાર ખખડાવ્યા. ​

જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ બે વ્યાજખોરો સામે  રાક્ષસી વ્યાજ વસૂલ્યાના ગુન્હા નોંધાયા | FIR files against 2 more  moneylenders in ...

ઘટનાની શરૂઆત વર્ષ 2018માં થઈ નઝરમોહમદને પોતાના કપડાંના ધંધા માટે પૈસાની જરૂર પડતાં તેમણે હિંમતનગરના જ ફિરોજખાન ઉર્ફે વકાર ઇકબાલભાઇ પઠાણ પાસેથી 10 ટકાના ઊંચા વ્યાજદરે 10 લાખ ઉછીના લીધા  ગેરંટી પેટે ફિરોજખાન પઠાણે નઝરમોહમદ અને તેની પત્નીના સહી કરેલા 10 કોરા ચેક પણ લખાવી લીધા નઝરમોહમદના જણાવ્યા મુજબ તેણે છેલ્લા પાંચ વર્ષમાં દર મહિને 1 લાખ લેખે કુલ 60 લાખ તો માત્ર વ્યાજ પેટે ચૂકવ્યા.

જામનગરમાં વ્યાજખોરોએ માથું ઊંચક્યું : વધુ એક મહિલા વ્યાજખોરની ચુંગાલમાં  ફસાયાની પોલીસ ફરિયાદ | Police complaint of against woman vyajkhor in  jamnagar - Gujarat Samachar

એટલું જ નહીં, વર્ષ 2023માં તેમણે મુડી પેટે બીજા 5 લાખ પણ પરત કર્યા આમ છતાં, વ્યાજખોર ફિરોજખાનની ભૂખ સંતોષાઈ ન તેણે નવો હિસાબ કાઢી હજુ 15 લાખ બાકી હોવાનું જણાવી દર મહિને 15હજારની પેનલ્ટી વસૂલવાનું શરૂ કર્યું વ્યાજખોર નઝરમોહમદને જાહેરમાં ઉભા રાખી બિભત્સ ગાળો આપવી ઘરે જઈ તેની પત્ની અને બાળકોને ઉઠાવી જવાની ધમકી આપતો જેથી નઝરમોહમદ ડરના માર્યા અમદાવાદ રહેવા જતા રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0