મોડાસા માર્કેટયાર્ડમાં વેપારી પર હુમલો થતાં પોલીસ ફરિયાદ…

April 9, 2026

ગરવી તાકાત મોડાસા : મોડાસા માર્કેટ યાર્ડમાં વેપારી તેના ભત્રીજા અને તેના ભાઈ ઉપર હુમલો થતાં પોલીસ સ્ટેશને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ ઝઘડાની આ તમામ હિલચાલ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ મોડાસા શહેરના નવા માર્કેટયાર્ડમાં શાહ જીવરાજભાઈ મલજીરામ નામની કરિયાણાની દુકાન ધરાવતા અર્જુનકુમાર જીવરાજભાઈ શાહે ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું.

મોડાસાઃરજીસ્ટર માગતા મોબાઇલના વેપારી અને પોલીસ જવાનની ઝપાઝપી! | અરવલ્લી -  News18 Gujarati

કે તેઓ અને તેમનો ભત્રીજો અક્ષય કુમાર લજપત ભાઈ શાહ અને તેમના નાના ભાઈ લજપત કુમાર જીવરાજભાઈ શાહ તેમની કરિયાણાની દુકાનમાં દરમિયાન સવારે દુકાનમાં હાથમાં લાકડી લઈને આવેલો અનિલ કુમાર આલમચંદ મહેશ્વરી કહેવા લાગ્યો કે આપણે સમાજ ભેગો કરીશું તેમ કહી ગાળો બોલતા તેને ગાળો બોલવાની ના પાડતા.

તે એકદમ ઉશ્કેરાઈ જઈને અર્જુન શાહને છૂટા હાથની મારામારી કરી નીચે પાડી તેના હાથમાં રહેલા લાકડી વડે પેટ ઉપર માર મારતા વેપારીના ભત્રીજા અને તેના નાના ભાઈ આ ઝઘડામાં વચ્ચે પડતા ઉશ્કેરાયેલા વેપારીએ અક્ષય શાહને કપાળના ભાગે અને તેના નાના ભાઈ લજપત કુમારને ડાબા પગે લાકડી મારી ઇજાઓ પહોંચાડી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0