જુના ડીસા ગામે જમીન પચાવી પાડવા મામલે 4 શખસો સામે પોલીસ ફરિયાદ

April 29, 2022

— ખેતી લાયક જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો :

ગરવી તાકાત પાલનપુર : ડીસા નજીક આવેલા જુનાડીસા ગામે વડીલોપારજીત જમીન ઉપર દબાણ કરી પચાવી પાડતા આ મામલે જમીન માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જુનાડીસાના વતની અને હાલ ડીસા ખાતે રહેતા વઘાભાઈ ઉર્ફે હરિલાલ અમથુજી નાઈની વડીલો પારજીત જમીન જેનો જૂનો સર્વે નંબર ૯૫૬/૨ અને નવો સર્વે નંબર ૧૪૬૨ જે ૧.૩૯.૭૭ હે.ચો.મી તેમના કુટુંબની સહિયારી છે. જોકે આ જમીન તેઓ ખેતી માટે અવાર નવાર આપતા હતા.

તે દરમિયાન આ જમીન સોભાજી રામાજી સોલકી, વિરચંદજી સેધાજી સોલંકી, સોભાજી સેધાજી સોલંકી અને બળવતજી સેધાજી સોલંકી તમામ રહે.ધરપડા વાળાએ જમીન ઉપર ગેરકાયદેસર કબજો રાખી ખેતી કરતા હોઇ આ બાબતે વાઘાભાઈ ઉર્ફે હરિભાઈ નાઈ દ્વારા કબજો ખાલી કરવા માટે અવાર નવાર કહેતા પણ આ ઈસમોએ જમીનનો કબજો ખાલી ના કરતા આ મામલે વાઘાભાઈ ઉર્ફે હરિભાઈ નાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે સોભાજી રામાજી સોલકી, વિરચંદજી સેધાજી સોલંકી, સોભાજી સેધાજી સોલંકી અને બળવતજી સેધાજી સોલંકી તમામ રહે.ધરપડાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0