વિસનગરમાં છોકરીની મિત્રતાના મુદ્દે થયેલા યુવક પર હુમલામાં પોલીસે 3ની કરી ધરપકડ…

September 17, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરની કમાણા ચોકડી પાસે આવેલી ગેલેક્સી હબ માર્કેટમાં એક યુવક અને તેના મિત્ર પર થયેલા હુમલાનો વિડિયો સામે આવ્યો પોલીસે આ મામલે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી 3ની ધરપકડ કરી. તરભ ગામના 19 વર્ષીય નીતિન ઠાકોરે એક મહિના પહેલા ગામની છોકરીને શુભશુક્ર ફ્લેટમાં રહેતા રાવત ચંદ્રપ્રકાશ ઉર્ફે ભૂરો સાથે મિત્રતા ન રાખવા જણાવ્યું આ વાતથી નારાજ થઈને ભૂરાએ નીતિનને ફોન કરી અપશબ્દો કહ્યા.

Visnagar Youth Attacked Iron Pipe Arrested | વિસનગરમાં છોકરીની મિત્રતાના  મુદ્દે યુવક પર હુમલો: ગેલેક્સી હબ માર્કેટમાં 6 શખ્સોએ લોખંડની પાઈપથી કર્યો  હુમલો, 3ની ...

16 સપ્ટેમ્બરે નીતિન અને તેનો ફોઈનો દીકરો સચિન બાઈક પર નોકરીએ જતા તેઓ કમાણા ચોકડી પાસે પરફ્યુમ ખરીદવા ગેલેક્સી હબ માર્કેટમાં ગયા ત્યાં ભૂરો અને અન્ય પાંચ શખ્સોએ નીતિનના વાળ પકડી માર મારવાનું શરૂ કર્યું ભૂરાએ લોખંડની પાઈપથી હુમલો કર્યો સચિન વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો.

બંને યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા અને મિત્રોની મદદથી હોસ્પિટલ પહોંચ્યા નીતિને વિસનગર પોલીસ સ્ટેશનમાં રાવત ચંદ્રપ્રકાશ, મકવાણા ગૌરવકુમાર, રાઠોડ પ્રિયંક, પટેલ કોનાર્ક અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0