ગરવી તાકાત મહેસાણા : બેંગ્લોર સ્થિત Qspider – A unit of test yantra software solution India pvt ltd કંપની દ્વારા વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ની BCA કોલેજમાં તારીખ 19 ઓગેસ્ટ 2025 ના રોજ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ 104 વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ ડ્રાઈવ માં ભાગ લીધો. બીસીએના વિદ્યાર્થીઓ માટે જાવા ડેવલોપર, વેબ ડિઝાઇનર અને ડેટાબેઝ મેન્ટેનન્સ જેવી પ્રોફાઈલ ઉપર ઇન્ટરશીપ ઓફર કરવામાં આવી હતી.

આ પ્લેસમેન્ટ ડ્રાઈવ માં બીસીએ ના કુલ 25 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા વાલીશ્રીઓને જાણ કરતા વાલીશ્રીઓએ સાકળચંદ પટેલ યુનિવર્સિટી નો અને બી સી એ કોલેજનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઓન કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ માટે બીસીએ કોલેજના પ્લેસમેન્ટ કોર્ડીનેટર શાહનવાજ ખાન પઠાણ, યોગેશ પટેલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી અને.

વિદ્યાર્થીઓના ઉમદા ભવિષ્ય માટે બીસીએ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર અભિજીતસિંહ જાડેજા એ વિદ્યાર્થીઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થતા પ્રયત્નો માટે બીસીએ કોલેજને ને યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પ્રફુલકુમાર ઉદાણી, રજીસ્ટર ડોક્ટર પરિમલ ત્રિવેદી અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ એ સંસ્થાને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.


