ગરવી તાકાત મહેસાણા : ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ અને અસોશિએશન ઓફ ફાર્માસ્યૂટિકલ ટીચર્સ ઓફ ઈન્ડિયા ના સંયુક્ત ઉપક્રમે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર સલગ્ન નૂતન ફાર્મસી કોલેજ ખાતે ફાર્મસીસ્ટડેનું ઉત્સાહ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફાર્મા પોસ્ટર પ્રેજેંટેશન, રંગોળી કોમ્પ્ટિટિશન, ફાર્મા રેલી, મોડેલ પ્રેજેન્ટેશન જેવી વિવિધ અક્ટિવિટીસ વિધાર્થી મિત્રો દ્વારા આયોજિત કરવામાં આવી હતી.
તારીખ 27 સેપ્ટેમ્બરના રોજ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી ના પ્રોફેસર ડો. નિલેષ ભટ્ટ સાહેબ દ્વારા “રોલ ઓફ ફાર્માસિસ્ટ ઇન આયુર્વેદિક સાઇન્સ” વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રાચીન આયુર્વેદિક સારવાર અને ઉપચાર પદ્ધતિ દ્વારા પોતાનું જીવન સ્વસ્થ અને નીરોગી બનાવવા માટે વિષયગત માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
ફાર્મસીસ્ટડે ની ઉજવણીના સફળ આયોજન બદલ યુનિવર્સિટિના પ્રેસિડેંટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. ડી. જે.શાહ સાહેબે ફાર્મસી કોલેજ ના ડીન ડો. ઉજાશ શાહ અને સમગ્ર સંસ્થા ના કર્મચારી અને વિધાર્થી મિત્રો ને અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ તથા APTI ને સહાયરૂપ થવા આભાર વ્યક્ત કર્યો હતો.