ગરવી તાકાત મહેસાણા : બેચરાજી તેમજ તાલુકા વિસ્તારના અનેક ગામડાઓમાં દારૂના દુષણમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે દારૂ તેમજ જુગાર હાલમાં વિસ્તારમાં એટલા હદે ફૂલ્યો-ફાલ્યો નાની ઉંમરના અનેક મૃત્યુ આંકમાં વધારો, ચોરીના બનાવો, અસામાજિક તત્વો સહીતની ગેર-પ્રવૃત્તિઓમાં વધારો થયો બહુચરાજીના રૂપપુરાના ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી,બહુચરાજી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી રૂપપુરા સહિતના ગામડાઓમાં દારુ-જુગારના દુષણો અટકાવવા રજુઆત કરી.

આવેદન પત્રમાં જણાવાયું કે, રૂપપુરા ગામમાં ઘણા વર્ષોથી દેશી દારૂ તથા જુગાર જેવી બિનકાયદેસર પ્રવૃત્તિઓથી રૂપપુરા-લીલાપુરા ગામમાં નાની વયે અનેક યુવાનોના નશાના કારણે મૃત્યુ થવાથી અનેક મહિલાઓ નાની ઉંમરમાં વિધવા થવાથી વેદનાઓ ભોગવી રહી જયારે તેઓના સંતાનના શિક્ષણ પર પણ માઠી અસર પડી. રૂપપુરા ગામમાં દેશી-વિદેશી દારૂનો વેચાણ તેમજ સપ્લાય ખુબ જ પ્રમાણમાં ચાલી રહ્યું દુષણ એટલા હદે વધ્યું છે કે શિક્ષિત લોકો ગામ છોડી બહાર રહેવા મજબુર બન્યા ગામની દીકરીઓ કોલેજ તથા માધ્યમિક શિક્ષણ અર્થે ચડાસણા, નદાસા, બલોલ, મહેસાણા સહીતના સ્થાને અભ્યાસે જાય.

જયારે આસજોલથી રૂપપુરા વાવ વાળા રસ્તેથી આવાનું હોઈ તે રસ્તાઓ સહીત સ્થાને અસામાજિક તત્વો આંટા-ફેરા મારતાં હોઈ ત્યાંથી પસાર થવું ડર ભર્યું તેમજ ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે કાયદેસરની કાર્યવાહી તેમજ રૂપપુરા ગામના દેશી દારૂની ભઠ્ઠીઓ વાળા આસજોલ, કરણપુરા, ધનપુરા, ચડાસણાં, ઈન્દ્રપ,મરતોલી, રાંતેજ, વિસ્તાર સહીત નજીકની કંપનીઓ ખુલ્લેઆમ દારૂનો સપ્લાય કરી રહ્યા છે તેને સંપૂર્ણ અટકાવવા આવેદન પત્રમાં જણાવાયું.

યાત્રાધામ બેચરાજી સહિતનો વિસ્તારમાં અનેક ઉદ્યોગ સ્થપાયા પર-પ્રાંતીઓ રોજગાર અર્થે હજારોની સંખ્યામાં વસવાટ કરે પણ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે. જેથી તાલુકા સહિત ગ્રામ્યોમાં ચોરી, લૂંટ સહીત અસામાજિક પ્રવુત્તિઓમાં વધારો થયો યાત્રાધામ તેમજ ગામડાઓમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનું વેચાણ સ્થાનિક બેચરાજી પોલીસ રહેમ નજર હેઠળ થતું હોવાની અનેક ચર્ચાઓ વિસ્તારમાં થઇ રહી.


