ગરવી તાકાત પાટણ : પાટણમાં આગામી 27 જૂને નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ રવિવારે જગન્નાથ મંદિરના સત્સંગ હોલમાં શહેરની વિવિધ એનજીઓના પ્રતિનિધિઓની મહત્વની બેઠક યોજાઈ. બેઠકમાં એનજીઓના પ્રમુખો અને હોદ્દેદારોએ રથયાત્રા માટે 18થી વધુ સૂચનો રજૂ કર્યા રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું કે.
છેલ્લા દસ વર્ષથી તંત્ર દ્વારા મોટાભાગના સૂચનોનું પાલન થતું નથી તેમણે વધુમાં જણાવ્યું કે દર વર્ષે રથયાત્રા સમયસર નીકળે છે. પરંતુ પોલીસ કર્મચારીઓ ચાલુ રથયાત્રા દરમિયાન ઝાંખીઓને ડાયવર્ટ કરી યાત્રાને વેરવિખેર કરી નાખે આ વર્ષે સમિતિએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં સૂચનો આપ્યા છે.
સમિતિએ ચેતવણી આપી છે કે જો તંત્ર સંપૂર્ણ સહકાર નહીં આપે તો આયોજકો ભૂખ હડતાલ પર ઉતરશે આ મુદ્દે મુખ્યમંત્રીને પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવશે બેઠકમાં પિયુષભાઈ આચાર્ય, બેબાભાઈ શેઠ, કિશોરભાઈ મહેશ્વરી સહિત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા સૌએ રથયાત્રાને સફળ બનાવવા સહયોગની ખાતરી આપી હતી.


