પાટણ LCB ટીમે ઘરફોડ અને વાહન ચોરી કરતી ચિખલીગર ગેંગનાં 3 શખ્સોને દબોચ્યો…

September 4, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ, મહેસાણા, ખેડા જિલ્લાનાં અને અમદાવાદ શહેરમાં થયેલી ઘરફોડ અને બાઈક ચોરીમાં સંડોવાયેલા ચિખલીગર ગેંગનાં 3 શખ્સોને એલસીબીની ટીમે પાટણમાંથી પકડી પાડ્યા આ ગેંગનાં બે શખ્સો ઓઢવ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ વોન્ટેડ ચોરીના બનાવો રોકવા અને શોધી કાઢવા માટે પાટણ એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ કરતાં ઘરફોડ અને વાહન ચોરીમાં ચીખલીગર ગેંગ સક્રિય હોવાના આધાર પુરાવા મળી આવતા પોલીસે તે દિશામાં તપાસ કરી.

પાટણ LCBની તાલીબાની સજા: સામાન્ય બાબતમાં 2 યુવકોને દંડાથી મન ભરીને માર્યા

3 શખ્સોને ચોરેલા ચાંદીનાં રૂ.47,800નાં દાગીના, ચોરીનાં બે બાઈક, બે મોબાઈલ ચોરી કરવા માટેનાં બે હથિયાર મળી કુલ રૂ.1.24 લાખનો મુદ્દામાલ પોલીસને મળી આવ્યો પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતાં પાટણ, મહેસાણા, ખેડા જિલ્લા અને અમદાવાદ શહેરમાં થયેલી ઘરફોડ અને બાઈક ચોરીનાં 5 ગુનાઓનો ભેદ ઉકેલાયો. એલસીબી પી.આઇ રાકેશ ઉનાગરે જણાવ્યું કે જગપાલસિંગ ભાદા અને ધર્મેન્દ્રસિંગ બાવરી ઓઢવ પોલીસ સ્ટેશનના ચાર ગુનાઓમાં વોન્ટેડ હતા.

Patan LCB arrests 3 members of Chikhligar gang involved in housebreaking and  vehicle theft | કાર્યવાહી: પાટણ એલસીબીએ ઘરફોડ અને વાહન ચોરી કરતી ચિખલીગર  ગેંગનાં 3 શખ્સોને પકડ્યા - Patan ...

રાધનપુરમાં ચોરીનો પ્રયાસમાં ચિખલીગરની લિંક મળી તાજેતરમાં રાધનપુરમાં આ ગેંગના માણસો ઘરફોડ ચોરીનો પ્રયાસ કરી રહ્યા ત્યાં પોલીસ પેટ્રોલિંગમાં નીકળતાં તસ્કરો તેમનું બાઈક મૂકી નાશી ગયા પોલીસે તે બાઈકને ટ્રેસ કરતાં બાઈક અમદાવાદ કૃષ્ણનગરમાંથી ચોરાયેલું. જેના આધારે પોલીસે રાધનપુર અને અમદાવાદ કૃષ્ણનગરના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો તેના આધારે પોલીસને લીંક મળતાં આ ચિખલીગર ગેંગનાં ત્રણ શખ્સોને એલસીબી પોલીસે પકડી લીધા તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0