ગરવી તાકાત પાટણ : સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મુડાણા ગામ નજીક એલસીબી પાટણે મોટી કાર્યવાહી કરી નદીના પટમાંથી બનાવટી નંબર પ્લેટ ધરાવતી ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસને મળેલી બાતમીના આધારે નદીમાં નાકાબંધી કરવામાં આવી.
![]()
આ દરમિયાન ફોર્ચ્યુનર ગાડીના ચાલક તેજારામ સારણ અને સલીમખાન મંગલીયા બંને રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી પકડાયા. ગાડીની અસલ નંબર પ્લેટ GJ-01-KZ-0040ની જગ્યાએ બનાવટી નંબર GJ-18-BM-6042 લગાવવામાં આવી ગાડીમાંથી 2063 બોટલ/ટીન દારૂ મળી આવ્યો.

જેની કિંમત 7.25 લાખ રૂપિયા કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દારૂ ઉપરાંત 15 લાખની ફોર્ચ્યુનર ગાડી, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત 22.37 લાખનો મુદ્દામાલ સામેલ પોલીસે વાદળસિંહ વાઘેલા, રાજુભાઇ અને એક અન્ય વ્યક્તિની શોધખોળ શરૂ કરી. સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.


