પાટણ LCBએ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભુસાની બોરીઓની આડમાં છુપાવેલો 45.73 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

July 15, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ LCB એ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભુસાની બોરીઓની આડમાં છુપાવેલો 45.73 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસે 22,800 બોટલ વિદેશી દારૂ અને 15 લાખ રૂપિયાનો ટ્રક સહિત કુલ 60.91 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો આ મામલે રાજસ્થાનના બે ઇસમોની ધરપકડ કરવામાં આવી જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરાઈ આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પ્રોહીબીશન પ્રવૃત્તિઓ નાબૂદ કરવા.

એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવીને પસાર થઈ રહેલા એક ટ્રકને અટકાવી તપાસ કરી ટ્રકની તલાશી લેતા તેમાંથી ભુસાની બોરીઓની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે ટ્રકમાંથી 45,73,560 રૂપિયાની કિંમતની 22,800 બોટલો, 15,00,000 રૂપિયાનો ટ્રક, 2,340 રૂપિયાની 78 ભુસાની બોરીઓ, 15,000 રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન, 1,000 રૂપિયાની તાડપત્રી.

અને બે નકલી નંબર પ્લેટો મળી કુલ 60,91,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ ગેરકાયદેસર હેરાફેરીના આરોપમાં પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રાજેશ દેવારામ જાટ (ઉંમર 22) અને જગદીશ નારાણારામ જાટની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં દારૂ ભરી આપનાર ગુડામાલાણી (રાજસ્થાન) નો પ્રકાશ બિશ્નોઈ, પાયલોટિંગ કરનાર બાલાજી અને વિદેશી દારૂ મંગાવનાર કડીનો એક અજાણ્યો ઇસમ સામેલ હોવાનું ખુલ્યું પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓ વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0