ગરવી તાકાત પાટણ : પાટણ LCBએ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચલવાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે કુલ ₹53,65,248/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો જેમાં દારૂ અને વાહનોનો સમાવેશ થાય આ કાર્યવાહી પાટણ જિલ્લા પોલીસની પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દૂર કરવાની સૂચનાના આધારે કરવામાં આવી એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી.

બાતમી મુજબ, ચલવાડા ગામની સીમમાં રેલવે ફાટક નજીક આવેલી પડતર જગ્યામાં રાત્રિ દરમિયાન ટ્રક કે આઇસર જેવી ગાડીમાં વિદેશી દારૂ લાવીને તેનું ગેરકાયદેસર ‘કટિંગ’ થવાનું આ બાતમીના આધારે પોલીસે સદર જગ્યાએ રેડ કરી રેડ દરમિયાન આઇસર ગાડીમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હોવાનું જણાયું રાત્રિના અંધારાનો લાભ લઈને આઇસર ગાડીમાંથી દારૂનો મુદ્દામાલ સ્કોર્પિયો, ઇકો અને બોલેરો જેવી અન્ય ગાડીઓમાં હેરાફેરી (કટિંગ) કરવામાં આવી રહ્યો પોલીસની રેડ દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ 9,658 બોટલ/ટીન મળી આવ્યા.

જેની કિંમત ₹21,65,248/- થાય આ ઉપરાંત, પોલીસે 4 વાહનો (એક આઇસર, એક ઇકો ગાડી, એક પીકઅપ ડાલુ અને એક સ્કોર્પિયો ગાડી) જપ્ત કર્યા જેની કુલ કિંમત ₹32,00,000/- સ્થળ પરથી 50 પ્લાસ્ટિકના કેરેટ પણ કબજે કરવામાં આવ્યા પોલીસ રેડ દરમિયાન વાહન ચાલકો અને અન્ય સંડોવાયેલા ઇસમો રાત્રિના અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા પોલીસે કુલ ₹53,65,248/- નો મુદ્દામાલ જપ્ત કરીને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો નાસી છૂટેલા ઇસમો તેમજ તપાસમાં સામેલ થનાર તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે એલ.સી.બી. પાટણ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.


