પાટણ LCBએ બસમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા…

December 1, 2025

ગરવી તાકાત પાટણ : પાટણના નવા બસ સ્ટેશન ખાતે 25 નવેમ્બર, 2025ના રોજ એક મહિલાના પર્સમાંથી આશરે 6.5 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ અંજાર જતી બસમાં ચઢતી વખતે ભીડનો લાભ લઈને આ ચોરી થઈ જેની અંદાજિત કિંમત ₹6,83,160/- હતી આ મામલે પાટણ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો પાટણ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમો બનાવવામાં આવી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ કરતાં, ચોરીના દિવસે લાલ સ્વેટર અને મહેંદી કલરની સાડી પહેરેલી બે મહિલાઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળી સી.સી.ટી.વી. ફૂટેજમાં જણાયું આ મહિલાઓ પાટણ ડેપોમાં બેચરાજી-થરાવાળી બસમાંથી ઉતરી અને પછી અંજાર જતી બસની ભીડમાં પ્રવેશી.

Patan LCB solves gold theft case | બસમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરનાર  ત્રણ આરોપી ઝડપાયા: પાટણ LCBએ સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલ્યો, 8.64 લાખના  ...

ચોરી કર્યા બાદ, તેઓએ ચોરાયેલું બોક્સ એક થેલીમાં છુપાવી પાટણથી બેચરાજી જતી બસમાં ચઢીને નીકળી ગઈ વધુ તપાસમાં તેઓ મોઢેરા ગામ બસ સ્ટેશન ખાતે ઉતરી, રીક્ષામાં બેસી મહેસાણાના દેદીયાસણ જી.આઈ.ડી.સી. નજીક પહોંચી હોવાનું સામે હ્યુમન સોર્સ, ટેકનિકલ રિસર્ચ અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે, પોલીસે મહેસાણા શહેર કસ્બા ખાતે રહેતા લક્ષ્મીબેન કલ્યાણભાઇ દેવીપુજક, ભારતીબેન રાજેન્દ્રભાઇ દંતાણી અને કલ્યાણ કનુભાઇ દેવીપુજકને ઝડપી પાડ્યા પૂછપરછ દરમિયાન, બંને મહિલાઓએ 25 નવેમ્બર, 2025ના રોજ પાટણ બસ ડેપોમાં એક મહિલાના થેલામાંથી સોનાના દાગીનાનું બોક્સ ચોર્યાની કબૂલાત કરી તેઓ ભીડનો લાભ લઈને થેલાની ચેન ખોલીને ધક્કામુક્કી કરીને ચોરી કરતા.

આરોપીઓની ગુનો આચરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) એ કે તેઓ બજાર, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવી ભીડવાળી જગ્યાઓમાં કટરનો ઉપયોગ કરીને લોકોના થેલા કે ખિસ્સામાંથી કીમતી સામાન ચોરી કરે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ ₹7,50,752/-ની કિંમતનો સોનાનો હારનો સેટ, સોનાની બુટ્ટી (બે જોડ) અને સોનાનું મંગળસૂત્ર કબજે કર્યું આ ઉપરાંત, ₹62,569/- રોકડ, નેપાળ, ઓમાન અને સાઉદી અરબની ચલણી નોટો, ત્રણ મોબાઈલ ફોન (કિં. ₹1,500/-), એક રીક્ષા (કિં. ₹50,000/-) અને એક કટર (કિં. ₹10/-) સહિત કુલ ₹8,64,831/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પકડાયેલા આરોપીઓને પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા અને આ અંગે વધુ તપાસ ચાલુ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0