— બહુચરના મંદિર પરિસરમાં જય બહુચરના નાદ ગુંજી ઉઠ્યા
— કોરોનાના કારણે છેલ્લા કેટલાય સમયથી પાલખી યાત્રા બંધ રાખવામાં આવી હતી
ગરવી તાકાત મહેસાણા : તીર્થધામ બહુચરાજીમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે બહુચર માતાની શાહી સવારી નગરચર્યા માટે નીકળી હતી. રાત્રી દરમિયાન નિકળેલી આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કોરોના મહામારીને લઈને છેલ્લા કેટલાય સમયથી દર પૂનમે નીકળતી માતાજીની આ પાલખી બંધ રાખવામાં આવી હતી. જોકે, હાલ કોરોના નિયંત્રણમાં આવતા ફરી એક વાર માં બહુચરના મંદિર પરિસરમાં “ જય બહુચરના નાદ ગુંજી ઉઠ્યા હતા.
બહુચરાજીમાં ગાયકવાડી શાસન સમયથી દર પૂનમે રાત્રે 9 કલાકે બહુચર માતાજીની પાલખી નીકળે છે. જે નગર પરિભ્રમણ કરી નિજ મંદિરે પરત આવે છે. કોરોના મહામારી દરમિયાન આ પાલખી યાત્રા બંધ કરાઈ હતી. મંદિર પરિસરમાં જ પાલખી ફરતી હતી. જોકે, કોરોના નિયંત્રણમાં આવતા પાલખી યાત્રા પુનઃ શરૂ કરવા બહુચરાજી વેપારી મંડળ સહિત શ્રદ્ધાળુઓએ કલેક્ટર, વહીવટદાર સહિતને રજૂઆત કરી હતી. જેને લઈ આ પાલખી યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વાર બહુચર મૈયાની શાહી સવારી નીકળતા ભક્તો દર્શન માટે ઉમટી


