સગીરા પર દુષ્કર્મ આચરીને બે સંતાનોની માતા બનાવનાર આરોપીને પાલનપુર કોર્ટ 20 વર્ષની સજા ફટકારી…

April 9, 2026

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર પંથકમાંથી ત્રણ વર્ષ અગાઉ 14 વર્ષની સગીરાનું અપહરણ કરી નરાધમ જુદાજુદા સ્થળોએ લઇ ગયો જ્યાં દુષ્કર્મ ગુજારતાં તેણી બે સંતાનોની માતા બની દરમિયાન સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ઝડપી લીધો જે કેસ પાલનપુરની પોક્સો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે 20 વર્ષની સજા અને રૂપિયા 14,000નો દંડ ભરવા માટે હુકમ કર્યો પાલનપુર પંથકની 14 વર્ષની સગીરાનું 2મે 2023ના દિવસે દાંતા તાલુકાના પેથાપુરનો રેવાભાઈ રાજાભાઈ કોદારવી લલચાવી-ફોસલાવીને તેના વાલીના કબજામાંથી અપહરણ ગયો.

Palanpur Sessions Court - ટેગ | રખેવાળ

તેણીને ગોળા, જલોત્રા, વડગામના જુનીનગરી તેમજ પાટણ અને અમદાવાદ જેવા સ્થળોએ લઇ જઇ સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા આથી સગીરા ગર્ભવતી બની અને તેણે બે સંતાનોને જન્મ આપ્યો  આ મામલે 25 મે 2023ના રોજ પાલનપુર સીટી પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ તત્કાલિન પી.આઈ. આર.બી. ગોહિલે તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરી દરમિયાન આ કેસ પાલનપુરના બીજા એડિશનલ સેશન્સ જજ શ્મત જે. કાનાણીની કોર્ટમાં ચાલી ગયો.

ગોધરા સેશન કોર્ટ દ્વારા આખા પરિવારને ફટકારવામાં આવી આજીવન કેદની સજા, જાણો  શું છે કેસ - godhra sessions court awarded life imprisonment to the entire  family know what is the case -

જેમાં સરકારી વકીલ દિનેશકુમાર એચ.છાપીયાની દલીલો ગ્રાહ્ય રાખી દુષ્કર્મના ગુનામાં આરોપી રેવા કોદરવીને 20 વર્ષની કેદ અને રૂપિયા 14,000નો દંડની સજા કરી પીડિતાને 10.50 લાખનું વળતર ચૂકવવા આદેશ કોર્ટે નોંધ્યું કે, ભોગ બનનારની નાની ઉંમર અને તેની સામાજિક સ્થિતિ જોતા તેને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ 2019 હેઠળ રૂ.10,50,000નું વળતર ચૂકવવામાં આવે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0