ગરવી તાકાત મહેસાણા : તાજેતરમાં સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) થી ૧૨ નવેમ્બર, ૨૦૨૨ (શનિવાર) એમ ત્રણ દિવસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ના આશય થી સંસ્થામા કમ્પ્યુટર અને આઇટી એંજિનયરિંગ વિભાગ ધ્વારા State level GUJCOST Sponsored workshop on “Software Engineering – Testing Methodologies” નું આયોજન થયું હતું.
જેમાં અમદાવાદની પ્રસિદ્ધ “PerfactQA” કંપનીના CEO શ્રી રાહુલ શર્મા અને “Testscenario” કંપનીના CEO શ્રી સાગર મિસ્ત્રી દ્વારા “Testing Methodologies” પર પ્રાયોગિક વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું, આ વર્કશોપમાં ૪૫ થી વધારે વિધાર્થીઓ તથા અધ્યાપકો એ ભાગ લીધેલ. આ આયોજન સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ . સંતોષ શાહ, વિભાગીય વડા ડૉ . કિરીટ મોદી, કોઑર્ડિનેટર્સ પ્રોફ. વિવેક શાહ અને પ્રોફ. અંકુર ગોસ્વામી તથા અન્ય સ્ટાફ મિત્રો ના સહયોગથી કરવામાં આવ્યુ હતું.
સમગ્ર પ્રોગ્રામનું આયોજન સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ એસ.પટેલના પ્રોત્સાહન અને યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ડી જે શાહ ના માર્ગદર્શનથી થયું હતું.