ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા, તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, તેમજ માનવ મંદિર સંસ્થાના સહકારથી ઊંઝા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 72 માં જન્મદિવસ નિમિત્તે 72 જેટલી વ્યક્તિઓને અંગદાન પ્રતિજ્ઞા પત્ર લેવડાવી અને તેમના ફોર્મ ભરાવી માનવસેવાનું ઉત્તમ કાર્ય થયેલ છે, એક અંગદાન થકી આઠ વ્યક્તિઓને નવું જીવન મળે છે,
આ કાર્યક્રમમાં ઊંઝા ની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ડોક્ટરો સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો, ઊંઝા એપીએમસીના ચેરમેન શ્રી દિનેશ ભાઈ, ઊંઝા નગરપાલિકાના પ્રમુખ રીન્કુબેન, ઉપપ્રમુખ શ્રી અલ્પેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં માનવ મંદિર સંસ્થાનો અમૂલ્ય સહયોગ મળ્યો છે,સમગ્ર સભાનું સંચાલન હર્ષદભાઈ મોદીએ કરેલ હતું