પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પ્રાંત કચેરી ખાતે ભારે રાજકીય હલચલ મળી જોવા…

April 11, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પાટણ પ્રાંત કચેરી ખાતે ભારે રાજકીય હલચલ જોવા મળી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા જેના કારણે કચેરી પરિસર છલકાઈ ગયું ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ઢોલ-નગારા અને વાજતે-ગાજતે વિજય વિશ્વાસ સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા.

Patan Municipality Elections Nomination Filing Ends; BJP, Congress, AAP

ભાજપના કાર્યકરો અને સમર્થકોના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું અને ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા બીજી તરફ, કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારોના નામની કોઈ સત્તાવાર યાદી જાહેર કરી નથી તેમ છતાં, પક્ષના આદેશ મુજબ કોંગ્રેસના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી પહોંચ્યા અને ઉમેદવારી ભરી રહ્યા આમ આદમી પાર્ટી (AAP)

અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના સમર્થકો સાથે પ્રાંત કચેરી ખાતે હાજરી આપી ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ પક્ષના કાર્યકરો અને ટેકેદારોની ભારે ભીડ જામી જેને પગલે વહીવટી તંત્ર અને પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી વ્યવસ્થા જાળવી 44 બેઠકો માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાશે હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પત્રો ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0