— ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ બનાવીને ચાલતા અપક્ષ ઉમેદવાર જનતાને રીઝવવાના નાણા ક્યાંથી લાવે છે? તપાસ થવી જરૂરી :
— ખેરાલુની જનતાને ગરજ પડે માઈ બાપ કહીને મત માગવા નીકળેલા આલોક રાય કહે છે,”ભાજપને ધૂળ ચાટતું કરી દઈશ”
— ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ મેં જોઈ છે, ગુજરાતમાં છે નહીં પણ હું ખેરાલુ પંથકનો બાહુબલી છું, આલોક રાયે ડંફાસો મારી :
— ખનીજ અને રોયલ્ટી ચોર મૂકલો આલોક રાયમાં હવા ભરી ખેરાલુ પંથકનો બાહુબલી બનવા નીકળી પડેલા રાયનો ચમચો બન્યો :
— વર્તમાન ચૂંટણીમાં પાણીની જેમ પૈસા રેડી દેનાર આલો કરાય પાસે ભંડોળ ક્યાંથી આવે છે? ચૂંટણી પંચ અને આઈ બી ની તપાસ જરૂરી :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા ની સાત વિધાનસભા બેઠકની ચૂંટણી ઉપર ખરાખરીનો જંગ જામ્યો છે. આ બધા વચ્ચે ખેરાલુ વિધાનસભા
બેઠકના અપક્ષ ઉમેદવાર આલોક રાય ભાજપને ‘ધૂળ ચાટતું’ કરી દેવાની વાત કરતા હોવાની ચર્ચા સમગ્ર મતવિસ્તારમાં ઉઠી છે. જનતા તો ત્યાં સુધી કહે છે કે ઉત્તર પ્રદેશથી આવેલો આલોક રાય એવી ડંફાસો મારતો ફરે છે કે મેં ઉત્તર પ્રદેશમાં બાહુબલીઓ વાળી ચૂંટણી જોઈ છે. ભલે ગુજરાતમાં કોઈ બાહુબલી ન હોય પરંતુ હું ખેરાલુ પંથકનો બાહુબલી છું. જોકે એક ચર્ચા એવી છે કે તેની આ વાતમાં ખેરાલુ નો રોયલ્ટી અને ખનીજ ચોર મૂકલો સમર્થક બની તેની ચમચા ગીરી કરી રહ્યો છે. ખેરાલુ પંથકની જનતા હવે આ બે “બદમાશો”ને ઓળખી ગઈ છે. એટલું જ નહીં તેમને હવે ચૂંટણી પ્રચાર કરવામાં પણ તકલીફો પડી રહી હોવાની ચર્ચા સમગ્ર પંથકમાં ઉઠી છે. જોકે જનતા કહે છે કે પહેલા જનતાની સેવા કરવા માટે લખ લુટ પૈસા વાપર્યા, હવે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પાણીની જેમ ખર્ચો કરવામાં આવી રહ્યો છે ત્યારે ખેરાલુના અપક્ષ ઉમેદવાર આલોક રાય ક્યાંથી ભંડોળ લાવીને વાપરે છે તેની તપાસ ચૂંટણી પંચ અને પોલીસના આઇબી વિભાગે કરવી જોઈએ.
છેલ્લા કેટલાય સમયથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દાતા બનીને પરલોકથી ‘આલોક’માં ઉતરી આવેલા એક વ્યક્તિએ કોઈને કોઈ રીતે નાણાંનો મેળ પાડી અહીંના ગ્રામ્ય વિસ્તારની ભોળી પ્રજાને વિશ્વાસમાં લઈને તેમના અમુક કામોમાં આર્થિક મદદ કરી પોતે સેવાભાવી હોવાની
છાપ ઊભી કરી છે. પંથકમાં રહેતા એક કથિત ખનીજ અને રોયલ્ટી ચોર મુકાનો હાથ પકડીને ખેરાલુની જનતાની જરૂરિયાતો પૂરી કરવા ‘ખેરાત’ કરતાં કથિત સેવાભાવી રાયજાદાની દાનત ખરા અર્થમાં તો અહીંના મતદારોના મત લૂંટવામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખેરાલુ પંથકમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર અને વર્તમાન વિધાનસભા ચૂંટણીના ઉમેદવારને હરાવવા માટે પરલોકથી ‘આલોક’માં ઊતરી આવેલા કહેવાતા સેવાભાવી રાયજાદાએ ખનીજ અને રોયલ્ટી ચોર સાથે હાથ મિલાવીને અપક્ષ ઉમેદવારી નોંધાવી અહીંની જનતાને ‘કુવા’માં ધકેલવાનો કારસો રચી કાઢ્યો હોવાની પણ ચર્ચા પંથકમાં પ્રસરી રહી છે.
— ઉત્તર પ્રદેશથી ઉત્તર ગુજરાતના મહત્વના શહેરમાં વસવાટ કરી છેવાડાના ગામમાં સેવા કરવા પાછળ કયો સ્વાર્થ છુપાયેલો છે?
ઉત્તર પ્રદેશથી ઉત્તર ગુજરાતના મહત્વના મહેસાણા શહેરમાં રહેતા આલોક રાય છેવાડાના તાલુકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લખ લૂંટ પૈસા ખર્ચને જનતાની સેવાના નામે નાટક કરી રહ્યો હોવાની ચર્ચા પૂરજોશમાં થઈ રહી છે. આલોક રાયની મેલી મુરાદ ત્યારે સામે આવી કે જ્યારે તેના ચમચા રોયલ્ટી અને ખનીજ ચોર મૂકલાએ તેનો અંગત સાથીદાર વિધાનસભાની ચૂંટણી
અપક્ષ લડશે તેની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી ખેરાલુની ભોળી જનતાને સમજાયું કે આપણી જરૂરિયાતો પૂરી કરવા હજારો લાખો રૂપિયા ખર્ચી નાખનાર પરપ્રાંતીય આલોક રાય કાંઈ મફતનું આપતો નહોતો કે સેવા પણ કરતો નહોતો. પરંતુ તેણે કીંમતી મત લેવા માટે સેવાના નામે સ્વાર્થી વૃત્તિ ચાલુ રાખી હતી. જોકે હવે જનતા આ સ્વાર્થી કહેવાતા સેવાભાવી શખ્સને ઓળખી ગઈ છે. એટલું જ નહીં તેમને ચૂંટણીના સમયમાં હવે મીઠો આવકારો નહીં પરંતુ પ્રજાની નારાજગીનો સામનો કરવો પડે છે.
–અપક્ષ ઉમેદવાર પાસે ચૂંટણીમાં ખર્ચ કરવા કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કરે તેવી જનતા માંગ :
ખેરાલુ પંથકની ભોળી જનતા હવે એક સમયના તેમના સેવાભાવી અને આજના અપક્ષ ઉમેદવાર આલોક રાયને પગના અંગૂઠાથી લઈ માથાની ચોંટી સુધી ઓળખી ગઈ છે. જનતા એમ જણાવી રહી છે કે સેવા ભાવિના નામે અમે આ સ્વાર્થી માણસને ઓળખી ન શક્યા. જોકે ચૂંટણી સમયે હવે અમે ચેતી ગયા છીએ. આલોક રાય જે અપેક્ષા રાખી રહ્યો છે તે અપેક્ષા કદાપી પૂરી નહીં થાય પરંતુ તે જે પ્રમાણે સમગ્ર વિસ્તારમાં કરોડો રૂપિયા વાપરી રહ્યો છે તે જોતા, દેશના ચૂંટણી પંચે તેમજ પોલીસના આઇબી વિભાગે આ અંગે જીણવટ ભરી તપાસ હાથ ધરી આટલા બધા નાણા તેની પાસે ક્યાંથી આવે છે તેનો પર્દાફાશ કરવો જ રહ્યો. જનતા પણ પૂછી રહી છે કે શું ચૂંટણી પંચ નિષ્પક્ષ તપાસ કરશે?


