ગરવી તાકાત, ગાંધીનગર તા. 10 – નીતિન પટેલે કહ્યું કે રાજસ્થાન સરકાર સતત ધ્રુવીકરણ માટે કામ કરે છે. નીતિન પટેલે બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પ્રજા નરેન્દ્ર મોદીએ કરેલા કામોને જોઈને મત આપશે. તેમણે કહ્યું કે અમારૂ સંગઠન સતત સક્રિય છે અને હજુ પણ કામગીરી કરશે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે. તો છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23 નવેમ્બર, મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બર અને તેલંગણામાં 30 નવેમ્બરે મતદાન થશે. જ્યારે પાંચેય રાજ્યોનું ચૂંટણી પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ત્યારે રાજસ્થાનના સહપ્રભારી અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે.
પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજસ્થાનના સહપ્રભારી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે કહ્યુ કે ગુજરાતના બે પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અમારી સરકાર બને તે અમારી જવાબદારી છે. નીતિન પટેલે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની કામગીરીથી પ્રજામાં રોષ છે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયેલી છે. સ્ત્રીઓ સામે અત્યાચારના કેસો વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના લોકો કનૈયાલાલની ઘાતકી હત્યા હજુ ભૂલ્યા નથી.
બંને રાજ્યોમાં અમારી સરકાર બનશેઃ નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે રાજસ્થાન સરકાર સતત ધ્રુવીકરણ માટે કામ કરે છે. નીતિન પટેલે બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પ્રજા નરેન્દ્ર મોદીએ કરેલા કામોને જોઈને મત આપશે. તેમણે કહ્યું કે અમારૂ સંગઠન સતત સક્રિય છે અને હજુ પણ કામગીરી કરશે.


