આલમપુરના ખરાબામાં ગાયો અને બળદની કસાઈઓ કતલ કરે તે પહેલાં જ નંદાસણ પોલીસે બળદ સહિત 8 ગાયોને બચાવી

શેર કરવા અહીં ક્લિક કરો.

— આલમપુરના ખરાબામાં કતલખાનું ચાલી રહી હતી :  

— કસાઈઓ ગૌવંશની કતલ કરે તે પહેલાં જ પોલીસ ત્રાટકી :  

ગરવી તાકાત મહેસાણા :  કડી તાલુકાના નંદાસણ પોલીસે જોટાણા તાલુકાના આલમપુર ગામના ખરાબામાં કસાઈઓ ગૌહત્યા કરે તે પહેલાં જ પહોંચીને 8 ગૌવંશ બચાવી ને ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી

— ખરાબામાં ચાલતું હતું કતલખાનું :

કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા જે દરમ્યાન અરજદારે મહેસાણા કંટ્રોલ તેમજ 100 નંબર પર વર્ધી આપી હતી કે જોટાણા તાલુકાના અલમપુર ગામ ખાતે આવેલ તેલના કુવાની સામે કેટલાક ઈસમો ગાયોની કતલ કરવાની તૈયારીમાં છે જે આધારે નંદાસણ પોલીસ સ્ટેશનના પી.આઈ સહિત પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવીને ખાનગી તેમજ સરકારી વાહનો લઇને ઘટના સ્થળે પહોંચ્યાં હતાં
જોટાણા તાલુકાનાં આલમપુર ગામે આવેલ કબ્રસ્તાનની પાછળ ગૌચર જગ્યામાં તેલના કુવાની સામે માસ,મટન તેમજ ઝાડીઓમાંથી પશુઓના અવશેષો મળી આવ્યાં હતાં નંદાસણ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ કરતાં ઝાડીઓમાં બળદ, ગાયો પોલીસને નજરે પડ્યાં હતાં પોલીસે સ્થળ ઉપરથી 8 નાના મોટા ગૌવંશ કતલ થતાં જ બચાવી લીધાં હતાં
અને ₹.49000 મુદામાલ સ્થળ પરથી કબ્જે કર્યો હતો અને ગૌવંશને બચાવી ને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં નંદાસણ પોલીસે સૈયદ નૂર મોહમ્મદમિયા રહે આલમપુર તાલુકો જોટાણા સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.