ગરવી તાકાત પાટણ : પાટણની જીએમઇઆરએસ હોસ્પિટલ, ધારપુર ખાતે નમો સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને હોસ્પિટલ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમણે ગાંધીનગરથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ધારપુર ગ્રામ પંચાયત સરપંચ માડણભાઈ દેસાઈ, તાલુકા પંચાયત વિપક્ષ નેતા વિરલભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી ભોમાજી ઠાકોર, પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી વિનયસિંહ ઝાલા, નગરપાલિકા દંડક ડૉ. મનોજ ઠાકોર,

તાલુકા યુવા ભાજપ પ્રમુખ ઇન્દ્રજીતસિંહ રાજપૂત, ઉપપ્રમુખ કિરણસિંહ ઝાલા અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ નરેશભાઈ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા વહીવટી તંત્રમાંથી પાટણ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, સીડીએચઓ, આરસીએચઓ, ડીટીઓ, સીડીએમઓ તેમજ મેડિકલ કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહ, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારુલ શર્મા, આરએમઓ અને પીઆઈયુ ટીમ ધારપુરના સભ્યો ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સ્વીપર, સિક્યુરિટી.

અને આરોગ્ય શાખાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલે પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપ્યું તમામ ઉપસ્થિતોએ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ધ્યાનપૂર્વક નિહાળ્યું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાટણ કલેક્ટર અને ડીડીઓએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી તેમણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ કર્યા.


