કોડીનાર તાલુકાના વડનગર ગામમાં આવેલ અબુંજા સિમેન્ટ ફેક્ટરીની બાજુમાં આવેલ ખેડૂતોની જમીન,પશુઓ અને ખેડૂતોને આર્થિક અને સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો દ્વારા અબુંજા સિમેન્ટ ફેક્ટરીની ગજ ગેટ પર મોર્ચો માંડવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ખેડુતોની ધીરજનો આજ છઠ્ઠો દિવસ, Taxi Union ની હડતાલની ચીમકી
વડનગર ગામમાં આવેલ અબુંજા સિમેન્ટ ફેક્ટરીની બાજુમાં આવેલ ખેડૂતો ખેતી કરી અને ગુજરાન ચલાવતા હોય અને ખેતી પર જ સમ્પૂર્ણ નિભાવ હોઈ ત્યારે અબુંજા સિમેન્ટ ફેક્ટરીના માયન્સનું તથા લિકવીડ યાર્ડ માંથી પ્રદુષણ તેમજ શીલીકાય યાર્ડ અને લિક્વિડનું મોટા પ્રમાણમાં ડ્રસ્ટ ખેડૂતોના ખેતરમાં આવે છે તેમજ પાકને પિયત પૂરું પડવાના કુવામાંથી પાણી કેમિકલયુક્ત (લાલ કલરનું) આવે છે,જેના કારણે ખેડૂતોના પાકને અને સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે.
આ પણ વાંચો – કુષી બીલના વિરોધમાં દિલ્લી જઈ રહેલા ખેડુતો પર લાઠીઓ, ટીયર ગેસ, પાણીનો મારો
આ બાબતે અનેકવાર કંપનીને રજૂઆતો કરવા છતાં ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવેલ નથી તેમજ છેલ્લે 23/10/2020 ના રોજ કોડીનાર મામલતદાર સાહેબ સહિતનાઓને આવેદનપત્ર દ્વારા રજુઆત કરતા તારીખ 02/11/2020 ના મામલતદાર સાહેબએ કંપનીના મેનેજર સાહેબને લેખિતમાં જાણ કરી અને ખેડૂતોને ન્યાય આપવા જણાવેલ છે છતાં કંપનીના પેટ નું પાણી હલતું નથી માટે ખેડૂતોએ આંદોલનના મંડાણ માંડ્યા છે અને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.