કેન્દ્ર સરકારના વિવાદીત કૃષી બીલના વિરોધમાં ખેડુતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમા ખેડુતોનો આરોપ છે કે આ બિલથી કોર્પોરેટ હાઉસોને ફાયદો થશે અને ખેડુતોને બદહાલ થવાનો વારો આવશે. પ્રશાસન દ્વારા ખેડુતોની માર્ચને દિલ્લી જતા રોકવામાં આવી હતી. હરિયાણા, પંજાબના ખેડુતો પોતાની માંગ ઉઠાવવા દિલ્લી ખાતે જમાં ના થાય એના માટે પ્રશાસને કવાયત હાથ ધરી દિલ્લીની બોર્ડરોને સીલ કરી દીધી હતી. જેથી દિલ્લી હરીયાણા બોર્ડર ઉપર ખેડુતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયુ . જેમાં પોલીસે ખેડુતો ઉપર લાઠી, આંસુ ગેસના ગોળા,વોટર કેનનો ઉપયોગ કર્યો હતો. ખેડુતો પણ પોલીસની કાર્યવાહીથી ડર્યા વગર બોર્ડર ઉપર ડટ્યા રહ્યા . સમગ્ર દેશનુ ધ્યાન આ મુદ્દે કેન્દ્રીત થયુ છે.
ગઈ કાલે સમગ્ર દેશમાં બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો હતો ત્યારે ખેડુતો તેમના હક્ક-અધિકાર માટે વિવાદીત બીલના વિરોધમા દિલ્લી આવી રહ્યા હતા. જેમને પોલીસે સરકારના આદેશ મુજબ હરિયાણા બોર્ડર ઉપર રોકી તેમની ઉપર ટીયરગેસ, તથા વોટર કેનનનો ઉપયોગ કરી સખત કાર્યવાહી કરી હતી.આજે પણ દિલ્લી બોર્ડર પોલીસ – ખેડુત વચ્ચે ઉપર ઘર્ષણ થયુ હતુ જેમાં પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.
સંસદમાં ચોમાસા સત્ર દરમ્યાન સરકારે વ્યાપક ચર્ચા કર્યા વગર 3 કૃષી બીલ પસાર કર્યા હતા. જેના વિરોધમાં સમગ્ર દેશમાં ખેડુતોએ ભારતબંધનુ એલાન કર્યુ હતુ જે સફળ પણ થયુ હતુ. છતા પણ ખેડુતોની માંગને નજરઅંદાજ કરતા સરકારે 3 કૃષી બીલો ઉપર પુનવિચાર કરવાનુ ટાળી તેને લાગુ કર્યુ હતુ.
આ બીલના વિરોધમાં પહેલાથી નીશ્ચીત ખેડુતો દિલ્લી ખાતે પ્રદર્શન કરવા પહોંચી રહ્યા હતા. ત્યારે બંધારણ દિવસે જગતના તાતને એમના હક્કનો અવાજ ઉઠાવતા રોકવામાં આવ્યા હતા. સરકાર દ્વારા તેમને રોકવાનો તર્ક કોરોના વાઈરસનુ સંક્રમણ આપવામાં આવવ્યુ હતુ. પરંતુ સરકાર બીહાર ઈલેક્શનમાં રેલીઓની ભારે ભીડનુ ઉદાહરણ આપવાનુ ભુલી ગઈ હતી. જેથી ખેડુતોને લઈ સરકારની મંસા ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
ઉત્તરપ્રદેશના ઈટાવા ખાતે કીશાન સભાએ પ્રદર્શન કર્યુ હતુ. જ્યા ઉ.પ્ર. તથા હરિયાણાની ગવર્મેન્ટ દ્વારા ખેડુતોને દિલ્લી જતા રોકવાની કાર્યવાહીની આલોચના કરી હતી.
દેશના લગભગ દરેક રાજ્યમાથી ખેડુતોને સાથ મળી રહ્યો છે. એવામાં બિહારમાંથી પણ ખેડુતોના સમર્થનમાં રેલી નીકળી હતી. જેમા તેમને હરીયાણા,પંજાબ તથા દિલ્લીમાં સંઘર્ષ કરી રહેલા ખે઼ડુતોને સમર્થન આપ્યુ હતુ.
દિલ્લીને ચારે તરફથી પોલીસે બંદોબસ્ત કરી ઘેરી રાખ્યુ છે જેથી બહારથી આવી ખેડુતો પોતાનો અવાજ બુલંદ ના કરી શકે. જેમાં દિલ્લીની સીંધુ બોર્ડર ઉપર પોલીસ દ્વારા કરાયેલ લાઠી ચાર્જની તસ્વીરો સામે આવી હતી. જેમાં પોલીસ અંધાધુન લાઠી વરસાવી રહી હતી.
ખેડુતોને હરિયાણા બોર્ડર ઉપર રોકવામાં આવતા કોન્ગ્રેસના રણદીપસીંગ સુરજેવાલા તથા પવન ખેરા તેમને સમર્થન કરવા પહોંચ્યા હતા. સુરજેવાલાએ કહ્યુ હતુ કે, શુ દીલ્લીનો દરબાર અડાણીની તીજોરીને રક્ષા કરવા માટે છે? શુ દિલ્લીની સલ્તનતના પાયા આ દેશના ખેડુતોએ તથા મજુરોએ નથી રાખ્યા ? ખેડુતોના ખેતરનુ પાણી હવે ખેડુતોના આંખનુ પાણી બની ગયુ છે. આ લડાઈ હવે દળગત નથી રહી. જેથી અમે તથા બીજી અન્ય પોલીટીકલ પાર્ટીઓ સાથે મળી જે કુર્બાની આપવી પડે,અમે ખેડુતોના સાથે રહી કુર્બાની આપીશુ.
સોસીયલ મીડીયામાં પણ ખેડુતોના આંદોલનને સમર્થન મળી રહ્યુ છે. જેમાં સરકારના દમનકારી પ્રવૃતીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સોસીયલ મીડીયામાં ખેડુતોને સમર્થન કરતા અનેક યુઝર્સ બોલી રહ્યા છે. પોલીસે વોટર કેનનથી ખેડુતોને દિલ્લીમાં પ્રવેશતા રોકી રહ્યા હતા એની તસ્વીરને શેર કરતા એક યુઝર્સે કહ્યુ હતુ કે, કોને ડરાવો છો પાણીના મારથી? જે ખેડુતો તેમના ખેતરમાં આખી જીંગદી પાણીને વાળવાનુ કામ કરતા આવ્યા છે એમને….
किसको डरा रहे हैं ये? जिनका पूरा जीवन पानी का रुख मोड़ने में निकल जाता है…. #किसान_अब_दिल्ली_फतह_करेगा #IamWithFarmers #दिल्ली_चलो pic.twitter.com/3eKdlrW4d5
— Pravin Singhal (@PravinSinghal92) November 27, 2020
આંદોલનકારીઓ સરકાર ઉપર અધિનાયકવાદી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહીની સામે ઝુક્યા વગર ખેડુતો જીદ સાથે બોર્ડર ઉપર સંઘર્ષ કરી રહ્યા છે. ખેડુતો તેમની સાથે ટ્રેક્ટર,હળ જેવા ખેતીના સાધનો સાથે દિલ્લી તરફ માર્ચ કરી રહ્યા હતા.
આ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યુ હતુ કે,પીએમે યાદ રાખવુ જોઈતુ હતુ કે અંહકાર અને સત્ય ટકરાય છે ત્યારે અંહકાર પરાજીત થાય છે. સચ્ચાઈની લડાઈ લડી રહેલા ખેડુતોને દુનીયાની કોઈ સરકાર નથી રોકી શકતી, સરકારે ખે઼ડુતોની માંગને સ્વીકાર કરવી જ પડશે, અને કાળા કાયદાને પાછો ખેંચવો પડશે.
PM को याद रखना चाहिए था जब-जब अहंकार सच्चाई से टकराता है, पराजित होता है।
सच्चाई की लड़ाई लड़ रहे किसानों को दुनिया की कोई सरकार नहीं रोक सकती।
मोदी सरकार को किसानों की माँगें माननी ही होंगी और काले क़ानून वापस लेने होंगे।
ये तो बस शुरुआत है!#IamWithFarmers
— Rahul Gandhi (@RahulGandhi) November 27, 2020
કૃષી બીલના વિરોધમાં અનેક ખેડુતો પહેલાથી જ દિલ્લી પહોંચી ગયા હતા એમના ભોજનની વ્યવસ્થા દિલ્લીના રીઠાલા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. જેમાં 1 લાખ ખેડુતોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની જાણકારી દિલ્લીના સીએમ અરવીંદ કેજરીવાલે આપી હતી.