ખેડુતોની ધીરજનો આજ છઠ્ઠો દિવસ, Taxi Union ની હડતાલની ચીમકી

શેર કરવા અહીં ક્લિક કરો.

કેન્દ્ર સરકારના વિવાદીત કૃષી બીલના વિરોધમાં છેલ્લા 6 દિવસથી દિલ્લીની સરહદે ખેડુતો તેમની માંગ લઈને ઉભા રહ્યા છે. ખેડુતોને સરકાર દિલ્લીમાં પ્રવેશ નથી આપી રહી. આ વખતે સરકારને જુકાવવાના મુડમાં હોય એમ ખેડુતો પુર્વ તૈયારીઓ સાથે આવ્યા છે. જેમાં તેઓ મહિના સુધી ભોજન સામગ્રી ચાલે એટલુ અનાજ, ટેંન્ટ, સાધનો લઈને દિલ્લી તરફ કુચ કરવા જઈ રહ્યા છે. પરંતુ સરકાર પણ તેમને પસાર કરેલા કાનુનના સમર્થનમાં દટી રહી છે.

આ આંદોલનની વચ્ચે કેન્દ્રીય કૃષીમંત્રી નરેન્દ્ર સીહ તોમરે કહ્યુ હતુ કે તેઓ ખેડુતો સાથે વાતચીત કરવા તૈયાર છે. તેમને કહ્યુ હતુ કે, નવા કૃષિ કાયદાઓ અંગેની મૂંઝવણને દૂર કરવા માટે, હું તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને ખેડૂત ભાઈઓને ચર્ચા કરવા આમંત્રણ આપું છું

કેન્દ્ર સરકારના કૃષી બીલના વિરોધમાં ખેડુતો કહી રહ્યા છે કે કોઈ પણ શરતને આધિન સરકાર સાથે વાતચીત નહી કરવામાં આવે. ખેડુતોની સમષ્યાઓનુ સમાધાન નહી આવતા તેમનુ ધૈર્ય જવાબ માંગી રહ્યુ છે. જેથી અનેક સ્થળે પોલીસ અને ખેડુતો વચ્ચે ઘર્ષણની તસ્વીરો પણ સામે આવી રહી છે. જેમાં ખેડુતો પોલીસના બેરીકેડ તોડી દિલ્લીમાં પ્રવેશવાની કોશીષ કરી રહ્યા હતા.

ખેડુતોના આંદોલનના પડઘા છેક કેનેડા સુધી પડ્યા છે. જ્યાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ટ્રુડોએ ગુરુ નાનક જયંતિ નિમિત્તે સોમવારે શીખ સમુદાયના સભ્યોને વર્ચુઅલ સંબોધન દરમિયાન જણાવ્યું હતું.ખેડુતો દ્વારા કરવામાં આવેલા વિરોધ અંગે ભારત તરફથી આવતા સમાચારોને માન્યતા આપીને જો હું શરૂઆત ન કરું તો મને આનંદ થશે. આપણે બધા ખેડુત પરિવાર અને મિત્રો વિશે ખૂબ ચિંતિત છીએ. હું જાણું છું કે તે તમારા ઘણા લોકો માટે વાસ્તવિકતા છે. હું તમને જણાવવા માંગુ છુ કે, કેનેડા હંમેશાં શાંતિપૂર્ણ વિરોધના અધિકારની રક્ષા માટે રહેશે, ”

ભારતીય મુળના ઈંગલીશ સ્પીનર મોન્ટી પાનેસરે પણ ખેડુતોના આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરી કૃૃષી કંપનીઓની વિરોધમાં કહ્યુ હતુ કે, ત્યારે શુ થશે જ્યારે ખેડુત પાસેથી ખરીદનાર કહી દેશે કે કોન્ટ્રાક્ટ મુજબ પાકની ગુણવત્તા નથી, ખેડુતોને ક્યુ રક્ષણ છે ? બીલમાં ભાવ નક્કી કરવાનો ઉલ્લેખ પણ નથી.


ઓલ ઈન્ડીયા ટેક્સી યુનીયને આપી છે કે, જો નવા કૃષી કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતોની માંગણીઓ પુર્ણ કરવામાં નહી આવે તો તેઓ 3 ડીસેમ્બરથી હડતાલ ઉપર ઉતરશે.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધિત ત્રણ બીલ – ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ, 2020, ખેડુતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ, 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) બિલ. , 27 સપ્ટેમ્બર, 2020 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈયે કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધિત ત્રણ બીલ – ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ, 2020, ખેડુતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ, 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) બિલ. , 27 સપ્ટેમ્બર, 2020 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.ખેડૂતોને ડર છે કે સરકાર આ વટહુકમો દ્વારા લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પ્રદાન કરવાની સ્થાપિત સિસ્ટમનો અંત લાવી રહી છે અને જો તેનો અમલ થાય તો ખેડુતો વેપારીઓની રહેમ પર જીવવું પડશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.