વિજ્ઞાન મેળામાં ઉત્તર ગુજરાત ઝોન કક્ષાએ વિજેતા થઈને
રાજ્ય કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 માં ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ વલસાડ મુકામે કરશે. વિશ્વની સમસ્યા એવા ઉર્જા અને પ્રદૂષણના નિર્માણ માટે હાઈડ્રોજન પ્લાન્ટ અને હાઇડ્રોજન કારની કૃતિ રજૂ કરીને વિશ્વની સમસ્યા નિવારવા માટે નવો રાહ રજૂ કરશે.શાળાના ખૂબ જ ઉત્સાહી વિજ્ઞાન શિક્ષક શ્રી રમેશભાઈ એફ ચૌધરી ના રાહબર નીચે ઝાલા યુવરાજ અને પટેલ મિહિર કૃતિ રજૂ કરી શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ ,શાળા પરિવાર અને મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ અને મંત્રી શ્રી રજનીભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ શ્રી ચેલાભાઈ પટેલ સાહેબે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા