પ્રકાશના પર્વની ઉમંગભર ઉજવણી બીએસએફના જવાનો સાથે સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ કરી
સેના ની શોર્યની અપ્રતિમ ગાથાઓની સાથે જ આપણી પરંપરા મધુરતા અને મીઠાશ એટલે પ્રકાશ નું પર્વ
મહેસાણા
દિવાળી એટલે આપણા દેશનો સૌથી મોટો, સૌથી મહત્વ ધરાવતો, પંચમુખી તહેવાર છે.ભારતમાં તો દિવાળીની ઉજવણી ખૂબ જ રંગેચંગે અને ઉત્સાહ સાથે કરવામાં આવતી હોય છે.
પરિવાર સાથે ઉજવણી કરવામાં આવતો દિવાળીનો તહેવાર મહેસાણા સંસદ સભ્ય શારદાબેન પટેલે બીએસએફના જવાનો સાથે અનોખી રીતે કરી હતી દિવાળીની શુભકામના પાઠવતા શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે આજે સેનાના જવાનો સાથે દિવાળી ની ઊજવણી નો અનેરો આનંદ મળ્યો છે તેમણે ઉમેર્યું હતું કે સેના ની શોર્યની અપ્રતિમ ગાથાઓની સાથે જ આપણી પરંપરા મધુરતા અને મીઠાશની પણ છે. દિવાળીનો તહેવાર પણ મધુરતાની મીઠાશની સાથે આજે જવાનોમાં પણ અને ઉત્સાહ જોવા મળ્યો છે સંસદ સભ્ય શારદાબેન પટેલે જણાવ્યું હતું કે ભારત પોતાના તહેવારોને પ્રેમની સાથે મનાવે છે. આખા વિશ્વને તેમાં સામેલ કરીને મનાવે છ
આપણી પરંપરા મધુરતા અને મીઠાશની પણ છે.
સંસદ સભ્શ્રીએ ગુજરાતની જનતાને પ્રકાશના પર્વ દિવાળી અ
ને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. પ્રકાશનું પર્વ દિવાળી તમામના જીવનમાં ઉજાસ પાથરી દે અને આવનારૂં નવુ વર્ષ સુખાકારી, સ્વાસ્થ્યકારી, આનંદકારી, સમૃધ્ધી વધારનારૂં બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે બીએસએફ 56 બટાલિયન ના કમાંડન્ટ અધિકારી, તથા તમામ રેન્કના બીએસએફ ના જવાનો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા.