મહેસાણાની યુવા બેડમીન્ટન પ્લેયર તસનીમ મીરે બલ્ગેરીયન જુનીયર ઓપન ઈંન્ટરનેશનલ સીરીઝ બેડમીન્ટન ચેમ્પીયનશીપમાં ચેમ્પીયન બની છે. એક તરફી 25 મીનીટની મેચમાં રશિયાની મારીયા ગોલુબેવાને 21-10, 21-12 થી હરાવી તાઝ હાસીંલ કર્યો છે. અન્ડર 19 ગર્લ્સ સીંગલમાંની મેચમાં તસનીમે શરૂઆતથી જ પોતાની પ્રતીદ્વંધીને હાવી નહોતી થવા દીધી.
તસનીમ મીર બે વખતની એશીયાઈ અન્ડર 15 ચેમ્પીયનશીપમાં આખી ટુર્નામેન્ટમાં એક પણ ગેમ નથી હારી, આ મેચ પહેલા તે દુબઈ અને નેપાળમાં જીત બાદ તેનો આ ત્રીજો ખીતાબ છે. કુલ મળીને તસનીમનો આ પાંચમો આંતરરાષ્ટ્રીય ખીતાબ છે.
આ પણ વાંચો – ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરને વંશવાદી ટીપ્પણી બદલ સસ્પેન્ડ કરાયો
સોળ વર્ષની તસનીમએ સારી મેચમાં સારી શરૂઆત કરી મેચની શરૂઆતમાં લીડ મેળવી દીધી હતી. તેનો પોતાનુ શાનદાર પ્રદર્શન દ્વારા લીડ જાળવી રાખી પહેલા રાઉન્ડમાં 21-10 સાથે ખત્મ કર્યો હતો. તેને બીજા રાઉન્ડમાં હાર નહી માની અને ગોલુબેવા સામેની મેચને 25 માં ખત્મ કરી 21-12 થી જીતી લીધો હતો.


