અમેરિકાના વિઝા અપાવવાના બહાને મહેસાણાના યુવક સાથે લાખોની છેતરપિંડી…

March 3, 2026

ગરવી તાકાત મહેસાણા : વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો રાધનપુર રોડ પર રહેતા અને કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝર તરીકે નોકરી કરતા ભરત ચંદુભાઈ પટેલે અમેરિકાના ટુરિસ્ટ વિઝા અપાવવાના નામે 6.80 લાખની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી ફરિયાદી ભરતભાઈને તેમના અમેરિકા સ્થિત માસીની દીકરી મારફતે ધીણોજમાં કપડાની દુકાન ચલાવતા વિશાલ પ્રહલાદભાઈ પટેલનો સંપર્ક થયો વિશાલે વિઝાનું કામ કરતા સુરતના વિષ્ણુભાઈ મગનભાઈ પટેલ સાથે તેમની મુલાકાત કરાવી.

Mehsana Visa Fraud: મહેસાણાઃ અમેરિકાના વિઝા આપવાનું કહીને પાટીદાર યુવકને  છેતર્યો, એજન્ટ નકલી પેઢી ઉભી કરીને દાવ રમી ગયો | - News18 ગુજરાતી

આ બંને શખ્સોએ ભરતભાઈને તેમના પરિવાર સાથે અમેરિકા મોકલવાનો વિશ્વાસ આપી કુલ 6.80 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું વિશ્વાસમાં આવીને ભરતભાઈએ ફેબ્રુઆરી અને માર્ચ 2024 દરમિયાન ટુકડે-ટુકડે આ રકમ ચૂકવી ત્યારબાદ ઓક્ટોબર 2024માં તેઓને મુંબઈ એમ્બેસી ખાતે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા જ્યાં સુરતના હર્ષલ પ્રમોદ ભગત નામના શખ્સે તેમને ગાઈડન્સ આપ્યું જોકે ઈન્ટરવ્યુમાં દંપતી નાપાસ થતા એજન્ટોએ 15 દિવસમાં પૈસા પરત આપવાનું વચન આપ્યું.

અમેરિકાના વિઝા અપાવવાનું કહીને યુવક સાથે રૂ.૧૫ લાખની છેતરપિંડી | Fraud of  Rs 15 lakh with a young man by asking him to get an American visa - Gujarat  Samachar

સમય વીતવા છતાં પૈસા પરત ન મળતા જ્યારે ભરતભાઈએ વિશાલ પટેલની દુકાને જઈ ઉઘરાણી કરી ત્યારે આરોપીએ પૈસા આપવાનો ઈનકાર કરી દીધો અને ‘જો ફરીથી પૈસા માંગવા આવીશ તો હાથ-પગ ભાંગી નાખીશ’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી આખરે છેતરાયા હોવાનો અહેસાસ થતા ભરતભાઈએ વિશાલ પટેલ, વિષ્ણુભાઈ પટેલ અને હર્ષલ ભગત વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0