સાંઇબાબા રોડ પર આવેલા એક મંદિરના આશ્રમમાંથી ઘરફોડ ચોરી થવા પામી હતી
મહેસાણા એસઓજીની ટીમે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ત્રણ તસ્કરોને પકડી પાડ્યાં
ગરવી તાકાત, મહેસાણા તા. 24- મહેસાણા સાંઇબાબા રોડ તરફ આવેલા એક મંદિર આશ્રમમાં ઘરફોડ ચોરીની ઘટના બનવા પામી હતી. જે ચોરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને મહેસાણા એસઓજીની ટીમે 24,929ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો હતો.
મહેસાણા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન મુજબ એસઓજી પી.આઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા એસઓજી ટીમના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ મનોહરસિંહ, મનોહરસિંહ, હિતેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, આસારામ, યુવરાજસિંહ સહિતની ટીમ મહેસાણા શહેરમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન દિગ્વિજયસિંહ તથા વિશ્વનાથસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
મહેસાણા શહેરમાં ઇશ્વર કુટીર પાસે, સાઇબાબા મંદિર રોડ શ્રી સંન્યાસી મહેશ્વરાનંદ માતાજીના આશ્રમમાં જે ચોરીનો બનાવ બન્યોં હતો તેમાં સંડોવાયેલા ત્રણ શખ્સો હાલ દેવીપૂજક કોહીનુર મહેશભાઇ, દેવીપૂજક દિનેશભાઇ અમૃતલાલ તથા દેવીપૂજક વસંતભાઇ સીતારામ ત્રણેય રહે. પ્રદુષણ પરા, ભીમનાથ મહાદેવ મંદિર પાસે, મહેસાણાવાળા હાલ પ્રદુષણ પરામાંથી ધોબીઘાટ તરફ જઇ રહ્યાં છે. જે બાતમીના આધારે મહેસાણા એસઓજીના સ્ટાફે ત્રણેય ઇસમોને ઝડપી અંગઝડપી લેતાં ત્રણેય શખ્સો પાસેથી ચાંદીના સિક્કા, પરચુરણ, સહિત કુલ રુ. 24, 929ના મુદ્દામાલ સાથે ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દઇ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યોં હતો.