મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બોરીયાવી પાટીયા પાસેથી 10.77 લાખનો વિદેશી શરાબ ભરેલી ટ્રક ઝડપી પાડી

July 26, 2023

બોરીયાવી પાસે 10.77 લાખના વિદેશી શરાબના જથ્થા સહિત કુલ 21.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

મહેસાણા એલસીબીની ટીમને વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતાં મળી 

Sohan Thakor -મહેસાણા તા. 26 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના મહિલા ઇન્ચાર્જ પી.આઇ આર.જે. ધડુકે ચાર્જ સંભાળ્યાં બાદ રોજબરોજ અનેક પ્રોહિબીશન, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓ પર બાજનજર રાખીને ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબીની ટીમના પીએસઆઇ એમ.ડી.ડાભી તથા એચ.એલ.જોષી સહિતની ટીમના નેતૃત્વમાં મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં સફળતાં મેળવી હતી. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા અમદાવાદ હાઇવે પર બોરીયાવી પાટીયા પાસેથી અશોક લેલન્ડ ટ્રકમાંથી અધધધ કહી શકાય તેટલો  10. 77 લાખની વિદેશી શરાબની બોટલો સહિત કુલ રુપિયા 21.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇ. મહિલા પી.આઇ આર.જે. ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબીના પીએસઆઇ એમ.ડી. ડાભી, હેકો. નિલેશકુમાર, શૈલેષકુમાર, લાલાજી, રમેશભાઇ, આકાશકુમાર, જયસિંહ, સુહાગસિંહ, સહિતનો એલસીબી સ્ટાફના માણસો રાત્રિ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ હાજર હતા. આ દરમિયાન એલસીબીના આકાશકુમારને ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણા અમદાવાદ હાઇવે બોરીયાવીના પાટીયા પાસે વિદેશી શરાબની બોટલ ભરેલી ટ્રક પડી છે.

જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બોરીયાવી પાટીયા પાસે હાઇવે રોડ પર ટ્રક નં. ડીડી-01-9991 નંબરમાં તપાસ કરતાં તેમાં અધધધ કહી શકાય તેટલો વિદેશી શરાબની બોટલ તથા બીયર મળી કુલ રુપિયા 10,77,240નો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે ટ્રકમાંથી પોટેશીયમ કલોરાઇડ પાવડરની બેગ નંગ 70 કિંમત 90,310 તથા એશોક લેલન્ડ ટ્રક કિંમત રુપિયા 10 લાખ મળી કુલ રુપિયા 21,69,550નો મુદ્દામાલ કબજે કરવામાં એલસીબીની ટીમને મોટી સફળતાં મેળવી હતી. વિદેશી શરાબનો જથ્થો ભરેલા ટ્રક ચાલક વિરુદ્ધ  મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નોંધનીય બાબત છે કે એલસીબીની ટીમે વિદેશી શરાબ ભરેલી ટ્રક પડી હતી કે એલીસીબીને જોઇને ટ્રક ચાલક સહિતના શખ્સો ટ્રક મુકી ફરાર થઇ ગયો તેનો ખુલાસો મહેસાણા એલીસીબી દ્વારા કરાયો નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0