મહેસાણા મેવડ ટોલનાકા પાસેથી એલસીબીએ 1.60 લાખનો વિદેશી શરાબ પકડ્યોં
વિદેશી શરાબનો જથ્થો ભરીને કાર ચાલક અમદાવાદ તરફ જઇ રહ્યો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 18- મહેસાણાથી અમદાવાદ તરફ વિદેશી શરાબનો જથ્થો ભરીને પસાર થતી સ્વીફટ કારને મેવડ ટોલનાકા પાસે અટકાવી તેમાંથી એલસીબીએ 1.60 લાખ રુપિયાનો વિદેશી શરાબનો જથ્થો તેમજ કાર સહિતનો મુદ્દામાલ મળી એલસીબીએ કુલ રુ. 4.75 લાખ રુપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી હતી.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં રોજબરોજ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ચિરાગકુમાર, લાલાજી, સન્નીકુમાર,વિજયસિંહ, રાજેન્દ્રસિંહ, જયસિંહ, જસ્મીનકુમાર, આકાશકુમાર, કલ્પેશકુમાર તથા સુહાગસિંહ સહિતનો સ્ટાફ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના મેવડ ટોલટેક્સ પ્લાઝા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન એલસીબીના જયસિંહ તથા રાજેન્દ્રસિંહને સંયુક્ત માહિતી મળી હતી કે, GJ.18.BC.2138 નંબરની સ્વીફટ કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરેલો છે અને આ સ્વીફટ કાર મહેસાણાથી અમદાવાદ તરફ જવાની છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબી પોલીસના સ્ટાફે મેવડ ટોલનાકા પાસે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન બાતમીવાળી સ્વીફટ કાર આવતાં કારને કોર્ડન કરી લીધી હતી
જેમાં બે શખ્સો બેઠા હતા. કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી શરાબની 378 બોટલ કે જેની કિંમત રુપિયા 1.60 લાખ તથા મોબાઇલ, સ્વીફટ કાર સહિત પોલીસે શ્રવણ રામજીવન બિશ્નનોઇ તથા જયકિશન રતારામજી બિશ્નોઇ બન્ને રાજસ્થાનવાળા શખ્સોની અટકાયત કરી 4,75,632 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યોં હતો. જ્યારે અન્ય બે રાજસ્થાની શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.


